તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 26th December 2025
અમને ડેપો મેનેજરના ત્રાસમાંથી છોડાવોઃ સીટી બસ ડ્રાઇવરો

રાજકોટઃ મનપા દ્વારા કાર્યરત સીટી બસ સેવાના ૨૦ જેટલા ડ્રાઇવરોએ ડેપો મેનેજરના ત્રાસમાંથી મુકિત અપાવવા આજે મ્યુ.કમિશનર તથા મેયરને આવેદન પાઠવી રજુઆત કરી હતી. આવેદન મુજબ તેમને કોઇ લેખીત હુકમ વગર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ૫૦ ટકા ડ્રાઇવરોને ઉચક બોનસ અપાયું છે, જયારે બાકીનાને અપાયું જ નથી. ઉપરાંત નિમણુંકમાં પણ કોઇ લેખીત પત્ર આપવામાં ન આવતું હોવાનું પણ જણાવ્યું હતું. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:58 PM IST)










