<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

શિક્ષિત યુવાનો પ્રમાણિકતા અને નિષ્‍ઠાપૂર્વક જવાબદારીઓનું વહન કરેઃ આચાર્ય દેવવ્રતજી

પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્‍વપ્‍નને પૂર્ણ કરવામાં યુવા છાત્રોના કૌશલ્‍ય અને જ્ઞાનની મહત્‍વની ભૂમિકાઃ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાઃ ૧૪ વિદ્યાશાખાના ૧૬૦ વિદ્યાર્થીઓને ૧૭૮ ગોલ્‍ડ મેડલ અર્પણઃ ૧૮૬ વિદ્યાર્થીઓને ૨૭૧ પ્રાઈઝ અપાયા

રાજકોટ, તા. ૨૫ રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્‍યક્ષતા અને કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્‍થિતિમાં  રાજકોટમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે  ‘સ્‍વદેશી અપનાવો, સ્‍વદેશી બિરદાવો'ની થીમ સાથે ૬૦મો પદવીદાન સમારંભ યોજાયો. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્‍યપાલશ્રીનું આગમન થતાં, તેમનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્‍વાગત કરાયું હતું.

આ પ્રસંગે રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું હતું કે, વિદ્યાથીઓ અને ગુરુજનોએ પોતાનું ઉત્તરદાયિત્‍વ નિભાવ્‍યું છે, જેના પરિણામે અનેક વિદ્યાથીઓ અભ્‍યાસ પૂર્ણ કરીને પદવી મેળવી શકયા છે. ભારતીય સંસ્‍કળતિમાં વિદ્યાનું ઘણું મહત્‍વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. શિષ્‍યોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ માટે આચાર્ય શબ્‍દ પણ વપરાયો છે. જે શિષ્‍યોને કેવળ અક્ષરજ્ઞાન નથી આપતા, પરંતુ તેની સાથેસાથે શિષ્‍યોના સર્વાંગી વિકાસ તરફ ધ્‍યાન કેન્‍દ્રિત કરે, તેમના જીવન નિર્માણની જવાબદારી પણ ઉપાડે છે, એ આચાર્ય.

પ્રાચીન કાળમાં ભારત અનેક વિદ્યાઓથી સમળદ્ધ દેશ હતો. લોકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે ભારતમાં આવતાં હતાં. વર્તમાન સમયમાં દેશ આ જૂની પરંપરા સાથે કદમ મિલાવી રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ હેઠળ દેશમાં વિદેશીઓ અભ્‍યાસ કરવા માટે આવી રહ્યાં છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્‍ય પર પણ ભાર અપાયો છે. અભ્‍યાસમાં જાણકારીની સાથે કલાનો પણ સમાવેશ થતાં યુવાનો ભણતર ઉપરાંત પોતાની આવડતથી રોજગારી મેળવી શકે છે, તેમ રાજ્‍યપાલશ્રીએ ઉમેર્યું હતું.

વિદ્યા અને અવિદ્યાનો ભેદ તેમજ તેનું મહત્‍વ સમજાવતાં, રાજ્‍યપાલશ્રીએ આગળ જણાવ્‍યું હતું કે, ઋષિમુનિઓએ શાષાોમાં વિદ્યા અને અવિદ્યા, બંનેને જીવન અર્થપૂર્ણ રીતે જીવવા માટે ઉપયોગી માની છે. અવિદ્યા એટલે મળત્‍યુથી બચાવે એ, જ્‍યારે વિદ્યા એટલે અમળતરૂપી જ્ઞાનની પ્રાપ્તિ. અવિદ્યા મેળવીને વ્‍યક્‍તિ ધન-ઐશ્વર્યથી પરિપૂર્ણ બને છે, ભૌતિકતાથી સંપન્ન બને છે. જ્‍યારે વિદ્યા પ્રાપ્ત કરીને માનવી આધિદૈવિક, આધિભૌતિક અને અધ્‍યાત્‍મ માર્ગે આગળ વધે છે. વૈદિક ચિંતન ઊંડાણપૂર્વક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેમજ ચેતન (આત્‍મા)ના પ્રયોજનને સમજાવે છે.

યુવાનોએ ખૂબ મહેનત કરીને મનગમતી પદવી પ્રાપ્ત કરી છે ત્‍યારે તેઓ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભાત ભારત અને વિકસિત ભારતના સ્‍વપ્નને સાકાર કરવામાં સહયોગી બને તેમજ માતા-પિતા અને ગુરુજનોના જીવનમાં સહાયરૂપ બને, તેમ જણાવી રાજ્‍યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્‍જ્‍વળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.

પ્રાથમિક, માધ્‍યમિક, પ્રૌઢ, ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા અને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્‍તિઓને બહાર લાવવાનું કાર્ય કરે છે. જ્‍યારે માતા-પિતા-ગુરુ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સંસ્‍કારનું સિંચન કરવાનું કાર્ય કરે છે.

દીક્ષાંત એ અંત નહીં, પરંતુ દેશ પ્રત્‍યે ફરજ અને જવાબદારી નિભાવવાનો પ્રારંભ છે, તેમ શીખ આપતાં મંત્રીશ્રી વાજાએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને પરિપૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનના ભંડારનો સદુપયોગ કરી આ સ્‍વપ્નને પૂર્ણ કરવામાં સહભાગી બને. યુવા વિદ્યાર્થીઓને ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર' બનવાની પ્રેરણા આપતાં મંત્રીશ્રી પ્રદ્યુમનભાઈએ સ્‍વદેશી અને ‘આત્‍મનિર્ભર' ભારતના સ્‍વપ્નને ચરિતાર્થ કરવામાં સમર્પિત બનવા પણ આહવાન કર્યું હતું.

રાજ્‍યપાલશ્રીની અનુમતિ બાદ આ કાર્યક્રમનો દીપ પ્રાગટયથી આરંભ કરાયો હતો. ત્‍યારબાદ મહાનુભાવોને સ્‍મળતિ ચિホ આપીને આવકાર અપાયો હતો. કુલપતિ શ્રી ઉત્‍પલભાઈ જોશીએ શાબ્‍દિક પ્રવચન કર્યું હતું. શિક્ષણ શાખાના ડીન શ્રી ડો. નીદત્ત બારોટ અને કુલસચિવ શ્રી મનીષ ધામેચાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ડો. ધારાબેન જોશી અને શ્રી ડો. ચંદ્રાવાડીયાએ કર્યું હતું. અંતે રાષ્‍ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

ઉલ્લેખની એ છે કે, આ કાર્યક્રમ થકી કુલ ૪૩,૭૯૨ વિદ્યાર્થીઓને પદવી અપાઈ છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી ૧૮૬ વિદ્યાર્થીઓને ૨૭૧ પ્રાઈઝ અપાયા હતાં. તેમજ ૧૨૯ ગોલ્‍ડ મેડલ વિદ્યાર્થીનીઓ તથા ૪૯ ગોલ્‍ડ મેડલ વિદ્યાથીઓને એમ ૧૪ વિદ્યાશાખાના ૧૬૦ વિદ્યાર્થીઓને કુલ ૧૭૮ ગોલ્‍ડ મેડલ અર્પણ કરાયા હતાં.

આ દીક્ષાંત સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, કલેકટર ડો. ઓમ પ્રકાશ, પરીક્ષા નિયામક શ્રી મનીષ શાહ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સેનેટના સભ્‍યો, વિવિધ વિદ્યા શાખાઓના ડીન, પ્રોફેસર્સ તથા વિદ્યાર્થીઓ, બિન શૈક્ષણિક સ્‍ટાફ, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

શ્રી દેવવ્રતજીએ યુનિવર્સિટીના ગોલ્‍ડમેડલ તથા પદવીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમની આગળની જીવનયાત્રા સમાજ અને રાષ્‍ટ્ર ઉપયોગી નિવડે તથા વિશ્વવિદ્યાલયનું નામ ઉજાગર કરે તેવા સૂચન સાથે અભિનંદન પાઠવ્‍યા હતા.

આ પદવીદાન સમારોહમાં કુલ ૧૪ વિદ્યાશાખાના ૪૩૭૯૨ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવેલ હતી અને ૧૬૦ વિદ્યાર્થીઓને ૧૭૮ ગોલ્‍ડમેડલ અર્પણ કરવામાં આવેલ હતા. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની અઘારા ધ્રૂતી લલીતભાઈને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ ૦૭ (સાત) ગોલ્‍ડમેડલ અને ૦૮ (આઠ) પ્રાઈઝ, મોઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની નીમાવત ગાયત્રી દીલીપભાઈને બી.એ. માં ૦૩ (ત્રણ) ગોલ્‍ડમેડલ અને ૦૮ (આઠ) પ્રાઈઝ, કે.એ. પાંધી લો કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની ગૌસ્‍વામી ખ્‍યાતી મહેશપરીને એલ.એલ.બી. માં ૦૩ (ત્રણ) ગોલ્‍ડમેડલ તથા ૦૭ (સાત) પ્રાઈઝ અને સરકારી મેડીકલ કોલેજ, રાજકોટના વિદ્યાર્થી પંડયા પાર્થ જયેશભાઈને એમ.એસ. જનરલ સર્જરીમાં ૦૩ (ત્રણ) ગોલ્‍ડમેડલ તથા ૦૧ (એક) પ્રાઈઝ એનાયત કરવામાં આવ્‍યા

(3:16 PM IST)