તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
શહેરમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ : ર૯ શખ્સો પકડાયા
પીસીબી, એલસીબીની ટીમ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી

રાજકોટ, તા., રપઃ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસની પીસીબીની ટીમ અને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દેશી દારૂ અંગે ડ્રાઇવ યોજવામાં આવી હતી. પીસીબીની ટીમે જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડી દેશી દારૂ સાથે ર૯ શખ્સોને પકડી લીધા હતા તેમજ નશો કરી નીકળેલા ૮ ને પકડી લીધા હતા.
મળતી વિગત શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસની પીસીબીની ટીમે દેશી દારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવી અલગ અલગ વિસ્તારમાં દરોડો પાડી ૧ર શખસોને પકડી લઇ કાર્યવાહી કરી હતી. જેમાં રૂડા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં મમરાના કારખાનાની પાછળ થી રૂા. ૩૦૦૦ના દેશી દારૂ સાથે હિતેષ ઉર્ફે હીતો હિંમતભાઇ માતરાણીયા (રહે. વૃંદાવન સોસાયટી પાસે આવાસના કવાર્ટરમાં) રૈયાધાર મફતીયાપરામાંથી રૂા. ર૦૦૦ના દેશી દારૂ સાથે જયા રાયધનભાઇ સાડમીયા, રૂા. ર હજારનો દેશી દારૂ સાથે હરેશ વશરામભાઇ સાડમીયાને તથા રૂા. ર હજારના દેશી દારૂ સાથે વિનોદ તળશીભાઇ ઝાલા, ૧પ૦ ફુટ રીંગ રોડ કે.કે.વી. હોલ પાસે મકાનમાંથી રૂા.૧૦ હજારના દેશી દારૂ સાથે રાજુ ગોવિંદભાઇ મકવાણા, નાના મૌવા આંબેડકરનગર પાસેથી રૂા. ર હજારના દેશી દારૂ સાથે અજય દિનેશભાઇ પરમાર, મોટા મોવા જય ભીમનગર પાસે ઝુંપડા પાસેથી રૂા. ર૦૦૦ના દેશી દારૂ સાથે અજીત સુરાભાઇ વાઘેલા, ખોખડદળ નદીના પુલની પાસે શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી રૂા. ૧૦ હજારના દેશી દારૂ સાથે વનરાજ સવસીભાઇ કોલાદરા (રહે. વેલનાથ પરા શેરી નં. ૧) ને તથા કાલાવડ રોડ ભીમનગર પાછળ ઝુંપડા પાસેથી રૂા. ર હજારના દેશી દારૂ સાથે વિજય હંસરાજભાઇ રાઠોડ (રહે. કાલાવાડ રોડ વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં) ને ૮૦ ફુટ રોડ, પર નદીના કાંઠા પાસેથી રૂા. ૩૦ હજારના દેશી દારૂ સાથે વિશાલ રાયદાનભાઇ સીંધવ (રહે. યુવરાજનગર શેરી નં. ૧ ગ્રીનલેન્ડ ચોકડી) ને, અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રૂા. ર૦૦૦ નો દેશી દારૂ સાથે ધાખી દાનાભાઇ હાદાણી (રહે. અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા) ને, તથા માંડાડુંગર ખાણ- પાસેથી રૂા. ૪૪૦૦ નો દેશી દારૂ તથા રૂા. રપ,૩પ૦ ની રોકડ સાથે રવિ દિનેશભાઇ બાદુકીયાને પકડી લઇ પોલીસે કુલ રૂા. ૭ર,૪૦૦ ની કિંમતના દેશી દારૂ સાથે ૧ર શખ્સોને પકડી લીધા હતાં. આ કામગીરી ઇન્ચાર્જ પી. આઇ. એમ. આર. ગોંડલીયા તથા એમ. જે. હુણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એ. એસ. આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કો. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, કો. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
જયારે શહેરના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દેશી દારૂ અંગેની ડ્રાઇવ યોજી અલગ અલગ વિસ્તારમાં દરોડા પડી ૧૭ શખ્સોને દેશી દારૂ સાથે પકડી લીધા હતાં. જયારે પેટ્રોલીંગ અને ચેકીંગ દરમ્યાન નશો કરી નીકળનારા ૮ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી. (૪.૧૧)
(2:50 PM IST)










