તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી દ્વારા ર૧ સમુહ યજ્ઞોપવિતનું ફેબ્રુઆરીમાં આયોજન : ફોર્મ વિતરણ

રાજકોટ : છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી દ્વારા સમાજમાં સાદાઇના વિચારને વધાવવા, તેનું અમલીકરણ કરવાના ભાગરૂપે પ્રથમવાર સામાજીક ક્ષેત્રે આગામી તા. ૦૮.૦ર.ર૬ ને રવિવારના રોજ શ્રી લોહાણા મહાજન વાડી, કરણપરા ખાતે આદર્શ સમુહ યજ્ઞોપવિતનું સવારના ૯ થી બપોરના ૧ સુધી સંપૂર્ણ શાષાોકત વિધી સાથે આયોજન કરવામાં આવ્યું છે.
એક યજ્ઞોપવીતમાં બટુક સહિત ૧૧ વ્યકિતને સમારંભ પુરો થયે સાદુ ભોજન વ્યકિતગત કોઇ વ્યવહાર નહિં. ડી. જે. કેશીયો, નાચગાન, ફટાકડા વિ. ની મનાઇ જે કાંઇ આપવાનુૅ હોય એ સંસ્થાને આપવાનું રહેશે. કોઇપણ સંજોગોમાં ૧૧ થી વધુ ભોજન પાસ આપવામાં આવશે નહીં તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
તસ્વીરમાં : રમણભાઇ કોટક - પ્રમુખ, જયંતભાઇ પાઉં - મેનેજીંગ ટ્રસ્ટી, જીજ્ઞેશભાઇ માખેચા - ઉપપ્રમુખ, માનસીબેન શીંગાળા - ટ્રસ્ટી, તેમજ સમિતિના સભ્યો મનીષભાઇ સોનપાલ, હિતેષભાઇ શીંગાળા, કિરિટભાઇ કુંડલીયા, મનિષભાઇ પાઉં નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:41 PM IST)










