તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
ચેક રીટર્નના કેસમાં સજાના વોરંટમાં નાસતા ફરતા બે શખ્સો પકડાયા
ડીસીપી ઝોન-૧ અને રના નાસતા ફરતા સ્કોડે સિકંદર અને રણજીતને દબોચ્યા

રાજકોટ, તા. રપઃ શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીસીપી ઝોન-૧ અને ર ના નાસતા ફરતા સ્કોડની ટીમે નેગોશીયેબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં ફરાર બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી ડીસીપી ઝોન-૧ નાસતા ફરતા સ્કોર્ડના પી.એસ.આઇ. એન.કે. મોવલીયા, એ.એસ.આઇ. જયપાલસિંહ ઝાલા, કોન્સ નીખીલભાઇ પીરોજીયા, નિલેશભાઇ જમોડ તથા જુગલભાઇ કથીરીયા સહિતે ફરાર આરોપીની શોધમાં હતા. ત્યારે કોન્સ જુગલભાઇ કથીરીયા અને નિલેશભાઇ જમોડને બાતમી મળતા નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા સિકંદર જીવાભા ખોરાણી (રહે. રોહીદાસ પરામાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
જયારે ડીસીપી ઝોન-ર ના નાસતા ફરતા સ્કોર્ડના પી.એસ.આઇ. આર.એચ. ઝાલા, હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અનીલભાઇ જીલરીયા, અંકીતભાઇ નીમાવત, કોન્સ અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા સહિત આરોપીની શોધમાં હતા. ત્યારે બાતમી મળતા નેગોશીયેબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં ફરાર રણજીતભાઇ કરશનભાઇ ડવ (રહે. દુધ સાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(2:35 PM IST)










