તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
સ્પાઇન અને બ્રેઇનની હાઇરીસ્ક સર્જરીમાં IONM ટેકનીક દર્દીની સલામતીમાં વધારો કરે છે : ડો.પ્રકાશ મોઢા
ઇન્ટ્રા ઓપરેટીવ નર્વ મોનીટરીંગ સિસ્ટમ ગોકુલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ

રાજકોટઃ ગોકુલ હોસ્પીટલ ખાતે યોજાયેલ પત્રકાર પરીષદમાં ગોકુલ હોસ્પીટલ વતી ડો. પ્રકાશ મોઢા, ડો. તેજસ મોતીવરસ, ડો. તેજસ કરમટા, ડો. ત્રિશાંત ચોટાઇ, ડો. મેહુલ ચૌહાણ, ડો. કલ્પેશ બજાણીયા, ડો. મંગલ દવે, ડો. તેજસ મેહતા, ડો. સ્મિત કગથરા, ડો. હિમાંશુ પરમાર, ડો. વિશાલ મોઢા તથા શ્રી વૈભવ દવે, શ્રી ઉર્મિશ વૈષ્નવ અને મહેશ દત્તાણી હાજર રહ્યા હતા. (તસ્વીરઃ અભીજીત બગથરીયા) (૪.૧૦)
રાજકોટ, તા.૨૫: ગોકુલ હોસ્પિટલ છેલ્લા ૩૫ વર્ષથી જાણીતા સીનીયર ન્યુરો સર્જન ડો. પ્રકાશ મોઢાના નેતૃત્વમાં કાર્યરત છે. આજે દર્દીની સુવિધામાં વધુ ઉપલબ્ધી થઇ છે. સ્પાઇન અને બ્રેઇનની હાઇ રીસ્ક સર્જરીમાં IONM દર્દીની સલામતીમાં વધારો કર્યો છે. પત્રકાર પરીષદમાં ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું છે કે, આધુનિક મેડિકલ વિજ્ઞાનમાં સર્જરી દરમ્યાન દર્દીની નસો અને સ્પાઇનલ કોર્ડને સુરક્ષિત રાખવા માટે IONM (Intraoperative Neuro Monitoring System) એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ટેકનોલોજી તરીકે ઉભરી આવી છે. ખાસ કરીને સ્પાઇન અને બ્રેઈન જેવી હાઈ-રિસ્ક સર્જરીમાં IONM દર્દીની સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે.
IONM ટેક્રિક દ્વારા સર્જરી દરમિયાન નસોના ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે. જો કોઈ પણ તબક્કે નસ પર દબાણ, ખેંચાણ અથવા નુકસાન થવાની શકયતા ઊભી થાય, તો તરત જ સર્જનને એલર્ટ મળે છે, જેથી સમયસર પગલાં લઈ શકાય.
દર્દીઓ માટે IONM ના મુખ્ય લાભો અનેક છે જેમાં સર્જરી દરમ્યાન નસોને થતું કાયમી નુકસાન અટકાવે, લકવો, સંવેદનશૂન્યતા અને કમજોરીનો જોખમ ઘટાડે, પોસ્ટ-ઓપરેટિવ ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન્સમાં નોંધપાત્ર ઘટાડો, સર્જરી બાદ દર્દીની રીકવરી ઝડપી અને વધુ સલામત, જયારે સર્જન અને હોસ્પિટલ માટે ફાયદા થાય. સર્જરી દરમ્યાન રીઅલ-ટાઇમ ફીડબેક મળવાથી નિર્ણય વધુ ચોક્કસ બને, કોમ્પ્લેક્સ અને હાઈ-રિસ્ક કેસોમાં વિશ્વાસ સાથે સર્જરી શકય, દર્દીના પરિણામોમાં સુધારો અને હોસ્પિટલની ક્લિનિકલ વિશ્વસનીયતા વધે, મેડિકો-લીગલ જોખમમાં ઘટાડો થાય.
સ્પાઇન સર્જરી (Slip disc, Tumor, Deformity correction) સ્કોલિયોસિસ અને કિફોસિસ કરેકશન, બ્રેઈન અને બ્રેઈનસ્ટેમ સર્જરી, થાઇરોઇડ અને નર્વ સંબંધિત સર્જરી, પીડિયાટ્રિક અને જન્મજાત ન્યુરોલોજિકલ કેસોમાં ઉપયોગી છે.
ડો.પ્રકાશ મોઢાએ વધુમાં જણાવ્યું કે, પીડિયાટ્રિક અને હાઈ-રિસ્ક દર્દીઓ માટે ખાસ મહત્વ બાળકોમાં નસો અત્યંત નાજુક હોવાને કારણે IONM દ્વારા કરવામાં આવતું સતત મોનિટરિંગ જીવનભર માટેની અક્ષમતા અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. IONM માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ સર્જરી દરમ્યાન દર્દીની ન્યુરોલોજિકલ સુરક્ષાનું કવચ છે. આજના સમયમાં સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને જવાબદાર સર્જરી માટે IONMનો ઉપયોગ એક મહત્વપૂર્ણ સ્ટાન્ડર્ડ બની રહ્યો છે.
Cadwell IONM સિસ્ટમ દ્વારા SSEP, MEP, EMG, EEG અને BAEP જેવા તમામ મહત્વપૂર્ણ ન્યુરો-મોનિટરિંગ મોડ્યુલ્સનું એકસાથે અને સતત મોનિટરિંગ શકય બને છે. સર્જરી દરમ્યાન જો નસ પર દબાણ, ખેંચાણ અથવા નુકસાન થવાની શકયતા ઊભી થાય, તો સિસ્ટમ તરત જ સર્જન અને સર્જિકલ ટીમને ચેતવણી આપે છે. આ કારણે સમયસર સુધારાત્મક પગલાં લઈ શકાય છે અને કાયમી ન્યુરોલોજિકલ નુકસાન અટકાવી શકાય છે.
દર્દીઓ માટે IONMનો મુખ્ય લાભ વધારાની સલામતી, ઝડપી રિકવરી અને સર્જરી બાદ વધુ સારી જીવનગુણવત્તા છે. જ્યારે સર્જન અને હોસ્પિટલ માટે આ ટેકનોલોજી સર્જરી દરમિયાન વધુ ચોક્કસ નિર્ણયક્ષમતા, ક્લિનિકલ વિશ્વસનીયતા અને દર્દીઓનો વિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આજના સમયમાં USA FDA Approved Cadwell IONM Systeળ માત્ર એક વિકલ્પ નહીં, પરંતુ હાઈ-રિસ્ક અને કોમ્પ્લેક્સ સર્જરી માટે એક જરૂરી સ્ટાન્ડર્ડ બની રહ્યું છે, જે સુરક્ષિત, જવાબદાર અને ગુણવત્તાયુક્ત સર્જરીની દિશામાં એક મજબૂત પગલું છે.
આ પ્રેસ કોન્ફરન્સમા ગોકુલ હોસ્પીટલ વતી ડો. પ્રકાશ મોઢા, ડો. તેજસ મોતીવરસ, ડો. તેજસ કરમટા, ડો. ત્રિશાંત ચોટાઇ, ડો. મેહુલ ચૌહાણ, ડો. કલ્પેશ બજાણીયા, ડો. મંગલ દવે, ડો. તેજસ મેહતા, ડો. સ્મિત કગથરા, ડો. હિમાંશુ પરમાર, ડો. વિશાલ મોઢા તથા શ્રી વૈભવ દવે, શ્રી ઉર્મિશ વૈષ્નવ અને મહેશ દત્તાણી હાજર રહ્યા હતા.
(2:14 PM IST)










