News of Tuesday, 23rd December 2025
ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ-૨૦૨૬માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડી પ્રજાપતિ પ્રગતિની પસંદગી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ : કુલપતિ ઉત્પલ જોશી દ્વારા શુભકામના

રાજકોટ, તા., ર૩: ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલય તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) દ્વારા આયોજિત દ્વિતીય ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ-૨૦૨૬નું આયોજન આગામી તા. ૫ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ર્સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીચ કબડ્ડી ખેલાડી પ્રજાપતિ પ્રગતિ (પ્રજાપતિર્)ંની પસંદગી થવી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે અત્યંત ગૌરવની વાત છે. આ સ્પર્ધામાં દેશભરના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં બીચ કબડ્ડી એક મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક રમત તરીકે સમાવિષ્ટ છે. પ્રજાપતિ પ્રગતિની આ સિદ્ધિ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડો. ઉત્પલભાઈ જોશીએ હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે, જે સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગર્વની બાબત છે.
ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ પ્રજાપતિ પ્રગતિને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવું એ ખેલાડીની મહેનત, શિસ્ત અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પ્રજાપતિ પ્રગતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ દેશભરમાં ઉજાગર કરશે તેવી અમને સંપૂર્ણ આશા છે.
(3:22 PM IST)










