તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
ક્રિસ્ટલ મોલ નજીક થયેલી બાઇક ચોરીનો ભેદ ખુલ્યોઃ જયદિપ પકડાયો
યુનિવર્સિટી પોલીસે ગંજીવાડાના શખ્સને દબોચી લીધો

રાજકોટ તા. ૨૩: રૈયા ગામ પાસે મેલડી માતાના મંદિર નજીક કાચા રસ્તા પર કબ્રસ્તાન સામેના રોડ પરથી યુનિવર્સિટી પોલીસે ગંજીવાડા-૮માં નાનુભાઇ ખટારાવાળાની સામે રહેતાં જયદિપ પ્રવિણભાઇ વાઘેલા (ઉ.વ.૨૩)ને રૂા. ૯૦ હજારના ચોરાઉ હોન્ડા સાથે પકડી લીધો છે.
આ શખ્સે બે દિવસ પહેલા જ આ હોન્ડાની ચોરી કરી હોવાનું કબુલતાં હોન્ડા કબ્જે કરી તેની વધુ પુછતાછ હાથ ધરવામાં આવી હતી. આ હોન્ડાનો માલિક કેનીલ સુરેશભાઇ લીંબાણી (ઉ.વ.૨૦) મુળ વંથલીના થાણા પીપળીનો વતની છે અને હાલ કણકોટ ગવર્મેન્ટ એન્જીનીયર કોલેજની બાજુમાં હોસ્ટેલમાં રહી નજીકમાં હેર સલૂન ચલાવે છે. તેનું બાઇક જીજે૧૧સીએસ-૪૭૫૮ ક્રિસ્ટલ મોલ બહાર બર્ગર કિંગની સામેની ફૂટપાથ પરથી ૨૦મીએ ચોરાઇ ગયું હતું.
પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, વિજુભા જાડેજા, ગોપાલસિંહ જાડેજા, કોનસ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(4:21 PM IST)










