<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

વકીલો અને વિમા કંપનીના ઓફિસરનું રાજકોટના ડીસ્‍ટ્રીકટ જજ જે.આર.શાહ દ્વારા સન્‍માન

લોક-અદાલતમાં સૌથી વધુ કલેઇમ કેસોમાં સમાધાન કરવા અંગે

રાજકોટઃ તા. ર૩, રાજકોટમા યોજાયેલ લોકઅદાલતમાં ગુજરાતમાં સૌથી વધુ અકસ્‍માતનાં કેસોમાં સમાધાન થતાં અરજદારોનાં વકીલો અને વીમા કંપનીનાં ઓફિસરનું ડીસ્‍ટ્રીકટ જજ શ્રી જે. આર. શાહ   દ્વારા સર્ટીફિકેટ આપી સન્‍માન કરાયું હતું.

ગઈ તા.૧૩/૧૨/૨૦૨૫ નાં રોજ રાજકોટ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં યોજાયેલ લોકઅદાલતમાં વાહન અકસ્‍માતથી થયેલ કુલ ૩૮૮ કલેઈમ કેસો કોમ્‍પ્રોમાઈસથી ડીસ્‍પોઝ થતાં સમગ્ર ગુજરાતમાં રાજકોટની કોર્ટનો ડંકો વાગ્‍યો હતો.

કલેઈમ કેસોમા સૌથી વધુ ફાઈલ થતાં અને અરજદારોને વધુમા વધુ રકમ મળે તેવા હેતુથી વકીલ શ્રી તારીકભાઈ પોઠિયાવાલા એ વીમા કંપનીનાં વકીલો તથા ઓફિસરો સાથે બેસીને હાલની મોંદ્યવારીને ધ્‍યાનમાં રાખીને મીનીમમ વેજીસ મુજબ અરજદારની આવક, ઉંમર, કાયમીખોડ, ગુજરનારનાં વારસદારોને ભવિષ્‍યની આવકની નુકશાની વિગેરે બાબતોને લક્ષમા લઈને પોતાના અરજદારોને વધુમા વધુ રકમ મળે તે હેતુથી લોકઅદાલતમાં સૌથી વધુ રેસ્‍યો સાથે કલેઈમ કેસોનો નિકાલ કરેલ હતો.

રાજકોટની કોર્ટમા ગુજરાતમાંથી સૌથી વધુ કલેઈમ કેસોનો નિકાલ થતાં   નામ. ડીસ્‍ટ્રીકટ જજ   દ્વારા અરજદારોનાં વકીલો, વીમા કંપનીનાં ઓફિસરો અને વકીલોનું સર્ટીફિકેટ આપી સન્‍માન કરેલ હતું.

 રાજકોટ શહેરમાં થયેલ અકસ્‍માત ઉપરાંત સુરેન્‍દ્રનગર, ભાવનગર, અમરેલી, જામનગર, જુનાગઢ, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ જીલ્લાનાં અકસ્‍માતના કેસોનો વકીલ શ્રી તારીકભાઈ પોઠિયાવાલા (મો. ૭૦૪૩૨ ૨૨૨૨૭) તથા વકીલ શ્રી નીલોફરબેન ટી. પોઠિયાવાલાએ પોતાના કલેઈમ કેસોમાં કુલ એક કરોડ વીસ લાખ માં જુદી - જુદી વીમા કંપનીઓ સાથે સમાધાન કરી અરજદારોને વળતર મંજુર કરાવ્‍યું હતું.

(2:55 PM IST)