<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

કોરાટ ચોક નજીક ‘રૂડા' દ્વારા બનાવાતો પૂલ ધબાય નમઃ. : જુઓ વિડિયો

રૂડાના સીઇઓ મીરાણી સાથે વાતચીતઃ તેમનો દાવો પૂલ તૂટયો નથીઃ એક ટેકો નમી જતા પૂલ તોડી પડાયો છે!! : મોડી રાતની ઘટનાઃ મજૂરો-ઇજનેરો ન હોય જાનહાની ટળીઃ કોન્‍ટ્રાકટર કે જેની ક્ષતિ હશે તેની સામે પગલા લેવાશેઃ હાલ તપાસ ચાલૂ

રાજકોટના કોરાટ ચોક નજીક ન્‍યુ. રીંગ રોડ-૨, ઉપર બનાવાયેલ રહેલ પૂલ તૂટી પડયો બેસી ગયો તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૨૩: સોરાષ્‍ટ્ર-ગુજરાતમા઼ અનેક પૂલો  ધરાશાયી થયા છે. તૂટી પડયા છે. ત્‍યાં રાજકોટમાં ગઇકાલે રાત્રે પૂલ તૂટી પડવાની ઘટના બની છે. રાજકોટ ન્‍યૂરિંગ૨ ની બનાવવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત રાત્રીના સમયે કોરાટ ચોક નજીક નવો બનાવવામાં આવી રહેલો એક પૂલનો ભાગ તૂટી પડતા નાસ ભાગ મચી હતી. ઘટના મોડી રાત્રે બની હોવાથી જાનહાની ટળી છે.

મળતી માહિતી મુજબ, રૂડા દ્વારા ઘંટેશ્વર થી કોરાટ ચોક સુધી ન્‍યૂ રિંગ રોડ બનાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે દરમિયાન રાત્રિના સમયે કોરાટ ચોક નજીક બની રહેલા નવા બ્રિજનો એક હિસ્‍સો નીચે ખાબકયો હતો. રાત્રિનો સમય હોવાને કારણે મંજૂરો એન્‍જિનીયરો ન હોવાના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી.આ પૂલનો એકભાગ તૂટી પડતા ધૂળની ડમરીઓ ઉડી હતી, રૂડા દ્વારા આ કોન્‍ટ્રાકટ અપાયો છે. દરમિયાન આ ઘટના બનતા રૂડાના સીઇઓ શ્રી મીરાણી, એકઝી, ઇજનેરો ઘટના સ્‍થળે દોડી ગયા હતા, રૂડાના સીઇઓ શ્રી મીરાણી એ ‘‘અકિલા''ને જણાવેલ કે પૂલ તૂટી નથી પડયો, પૂલ તોડી પાડવામાં આવ્‍યો છે, ટેમ્‍પરરી ગોઠવાયેલા ટેકામાંથી એક ટેકાનો ભાગ નમી પડતા,  કોઇ જોખમ  નહી લઇ બનાવવાની કામગીરી થશે, કોન્‍ટ્રાકટરની  કે અન્‍ય કોઇની ક્ષતિ હશે તો પગલા લેવાશે તેમ તેમણે નિર્દેશ આપ્‍યો હતો, હાલ ઇજનેર દ્વારા તપાસ ચાલી રહી છે. (૩.૧૨)

 

 

 

 

(2:59 PM IST)