<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

સત્‍યમેવ જયતે શહેર કોંગ્રેસ સમિતિની રેલીઃ રેલી અટકાવી પ્રમુખ સહિતના આગેવાનોની કરી અટકાયત

 

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની યાદી મુજબ તાજેતરમાં નેશનલ હેરાલ્‍ડ કેસમાં માનનીય અદાલતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કરી સીડી અને સીબીઆઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ સત્તાનો દૂરપયોગનો પર્દાફાસ થયો છે. શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ સતા સામે લોકશાહી ઢબે અવાજ ઉઠાવનારા કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના શીર્ષ નેતળત્‍વ ને  કનડગત કરવામાં આવે છે અને ખોટા કેસ કરી જેલ ભેગા કરવાની ધમકીઓ પણ આપે છે ત્‍યારે સત્‍ય ન્‍યાય અને લોકશાહીની જીતના આ અવસરે સત્‍યમેવ જયતે ના નારા સાથે રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસેથી ભાજપ કાર્યાલય સુધી સત્‍યમેવ જયતે ની રેલી સાથે ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના તમામ હોદ્દેદારો, વર્તમાન કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, ફ્રન્‍ટલ સેલ ચેરમેન, વોર્ડ પ્રમુખો એનએસયુઆઇ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, શક્‍તિ સુપર શી, કોંગ્રેસ સેવાદળ, એસસી સેલ, એસટી સેલ, મીડીયા સેલ, ફરિયાદ સેલ, માઈનોરીટી સેલના આગેવાનો સહિત ભાજપ કાર્યાલય તરફ ઘસી જતા પોલીસ દ્વારા બેરીકેડ મૂકી શાસકોના આદેશથી પોલીસને રાજકીય હાથો બનાવી પ્રમુખ ડો. રાજદીપસિંહ અને જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપુત સહિતના આગેવાનોની અટકાયત કરી હતી. થોડા સમય પહેલા જ્‍યારે ભાજપ ના આગેવાનો કોંગ્રેસ કાર્યાલય ઘસી ગયા હતા ત્‍યારે પોલીસે એક પણ આગેવાનની ધરપકડ કરી ન હતી. પોલીસની બેધારી અને બેવડી નીતિ ખુલ્લી પડી ગઈ હતી. પોલીસ ભાજપની ચમચાગીરી કરવાનું બંધ કરે.

 કાર્યક્રમમાં રાજકોટ કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિહજી જાડેજા, -દેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપુત, પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી, મહિલા કોંગ્રેસ સમિતિના -મુખ દીપ્તિબેન સોલંકી, જશવંતસિંહ ભટ્ટી,  ડો. નયનાબા જાડેજા, મનીષાબા વાળા, ડી પી મકવાણા, ગોપાલ અનડકટ, દિપભાઈ ભંડેરી, આદિત્‍યસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ રાણા, ગોવિંદભાઈ સભાયા, મેહુલભાઈ પટેલ, સુરેશભાઈ ગેરૈયા, સંજયભાઈ લાખાણી, ગૌરવ પુજારા, હેમલભાઈ પેસીવાડીયા,  પ્રભાતભાઈ ડાંગર, ગૌરવભાઈ ખીમસુરીયા, કળષ્‍ણદત રાવલ, રામદેવસિંહ વાઘેલા, જસુબા વાંક, પ્રવીણભાઈ રોજાસરા,  રણજીત મુંધવા, જયાબેન ચૌહાણ, કંચનબેન વાળા, મેરૂમબેન કુરેશી, મિલિંદ પરમાર, બીપીન રાઠોડ, -વીણભાઈ કાકડીયા, દીપકભાઈ ગોઠી, ગીરીશભાઈ પટેલ, જયુભાઈ કઢાતરા, સુરેશભાઈ બથવાર, રવિરાજસિંહ ડોડીયા, જયાબેન ચૌહાણ, સલીમભાઈ કારીયાણીયા, પ્રફુલાબેન ચૌહાણ, અશોકભાઈ જોશી, ભાવેશભાઈ વાઘેલા, જીગ્નેશ બોરડ, મનોજભાઈ ગઢવી, વિપુલબેન રવૈયા, ચંદ્રિકાબેન વરાણીયા, વાસ્‍વીબેન ભીલ, ભાવનાબેન વાઘેલા, કલ્‍પેશ વાઘેલા, યજ્ઞેશ દવે,  ભાવેશભાઈ પટેલ, નિલેશભાઈ ગોહેલ, જે કે અણદાણી, શૈલેષભાઈ સાકરીયા, ચાવડા હીમોન, રીધમ ગોરસીયા, ધર્મેશ સોલંકી, દીક્ષિત પરમાર, પ્રીત પટેલ, દર્શભાઈ, અમિત મહીડા, જયદીપ મયાત્રા, ગજેન્‍દ્રસિંહ ઝાલા, ભરતભાઈ આહીર, રવજીભાઈ ખીમસુરીયા, કુણાલભાઈ ચૌહાણ, મથુરભાઈ માલવી, જાહિદભાઈ દલ, જયદીપભાઇ લાઠીયા, જયદીપ બોરીચા, વાઘેલા સિદ્ધાર્થ, પરીન અનળકટ, મુકેશ મકવાણા, હાર્દિક રાજપુત, આનંદભાઈ વાગડિયા, સાગરભાઇ શાહ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:34 PM IST)