તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
સ્તન કેન્સર જો વહેલી તકે શોધાઈ જાય તો તેની સારવાર અસરકારક બની શકેઃ ડો.અમિત જેતાણી
સેન્ચ્યુરી હોસ્પિટલ દ્વારા બ્રેસ્ટ બેન્સર અવેરનેસ કાર્યક્રમ

તસ્વીરમાં ડો.અમિત જેતાણી, ડો.જીજ્ઞેશ મેવા, ડો.વિપુલ દેસાઈ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટઃ સેન્ચ્યુરી કેન્સર હોસ્પિટલ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં વહેલી તકે નિદાન, રોગ નિવારણ તેમજ કેન્સરના જોખમ અને સારવાર પછી રિકવરીમાં પોષણની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ કાર્યક્રમમાં ઓન્કોલોજિસ્ટ ડો. અમિત જેતાણીએ સ્તન કેન્સરના વધતા વ્યાપ અને સમયસર નિદાનના મહત્વ અંગે માહિતી આપી, જ્યારે ડાયટિશિયન અને ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ દ્વારા લેવામાં આવેલા સેશનમાં સંતુલિત આહાર અને આરોગ્ય તથા સ્વસ્થ રિકવરીમાં મદદરૂપ જીવનશૈલીના વિકલ્પો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સ્તન કેન્સર મહિલાઓમાં સૌથી વધુ નિદાન થનારા કેન્સરમાંથી એક તરીકે હજુ પણ વ્યાપક છે. નિયમિત સ્ક્રિનિગ દ્વારા વહેલી તકે નિદાન અને લક્ષણોની જાગૃતિથી સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે. કાર્યક્રમ દરમિયાન નિયમિત સ્વ-પરીક્ષણ, ક્લિનિકલ સ્ક્રીનિગ અને કોઈપણ લક્ષણો જણાય ત્યારે સમયસર તબીબી સલાહ લેવાની આવશ્યકતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ડો. અમિત જેતાણીએ જણાવ્યું હતું કે, ‘‘સ્તન કેન્સર જો વહેલી તકે શોધાઈ જાય તો તેની સારવાર અત્યંત અસરકારક બની શકે છે. અવેરનેસ જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે માહિતીની અછત અથવા મોડા નિદાનને કારણે અનેક દર્દીઓ હજુ પણ એડવાન્સ્ડ સ્ટેજમાં અમારી પાસે આવે છે. તબીબી સારવાર સાથે સાથે સંતુલિત આહાર અને યોગ્ય પોષણ જાળવવાથી દર્દીઓને સારવાર દરમિયાન વધુ સારી રીતે સામનો કરવામાં મદદ મળે છે અને સાજા થવાની પ્રક્રિયાને પણ ટેકો મળે છે.''
ન્યુટ્રિશન સેશનમાં સ્વસ્થ આહારની આદતો, પૂરતું પ્રોટીન સેવન અને સમજદારીપૂર્ણ જીવનશૈલીના પસંદગીઓ દ્વારા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા તેમજ સારવાર દરમિયાન અને ત્યારબાદ જીવનની ગુણવત્તા સુધારવામાં તેની ભૂમિકા પર ભાર મૂકવામાં આવેલ.
(3:24 PM IST)










