<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

નવયુગ સ્‍કૂલના વિદ્યાર્થીના પ્રવાસ દરમિયાન કરૂણ મોત અંગે પરિવારને આર્થિક સહાય આપો

સ્‍કૂલ મેનેજમેન્‍ટ સામે કડક કાર્યવાહી કરોઃ NSUIનું આવેદન

રાજકોટ, તા. રરઃ એનએસયુઆઇના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી રાજકોટમાં આવેલ નવયુગ સ્‍કુલમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મૃત્‍યુ બાબત અંગે રજૂઆત કરી હતી.

આ વેદનમાં જણાવ્‍યું હતું કે, રાજકોટની નવયુગ સ્‍કુલ દ્વારા સાસણગીર ખાતે પ્રવાસ  લઇ જવામાં આવ્‍યો હતો તેમજ સ્‍કુલ સંચાલકો અને સ્‍કુલ મેનેજમેન્‍ટના હિસાબે એક માસુમ વિદ્યાર્થીનું મોત નીપજયું હતું ખાસ કરીને કોઇ સ્‍કુલ દ્વારા પ્રવાસ લઇ જવામાં આવતો હોય તો તે પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓની સુરક્ષાની સંપુર્ણ જવાબદારી સ્‍કુલ મેનેજમેન્‍ટની હોય છે પણ કયારેક આ સ્‍કુલ સંચાલક અને સ્‍કુલ મેનેજમેન્‍ટની ઘોરબેદર ના કારણે એક માતા પિતાએ પોતાનો દીકરો ગુમાવ્‍યો ત્‍યોર અમારી એક માંગણી છે કે હવે એનો જીવતો પાછો લાવી શકાતો નથી પણ તેમના પરિવારને મોટી આર્થિક સહાય કરવામાં આવે એવી આ સ્‍કુલની ઘોરબેદરકારીને કારણે જે આ જીવ ગયો છે તેને લઇને સ્‍કુલ મેનેજમેન્‍ટ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:24 PM IST)