<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

શાસ્ત્રી મેદાન સામેના સૂચક રોડ પરની ઝાડની ડાળીઓ વડવાઈઓ ગમે ત્‍યારે અકસ્‍માત નોતરશે

અનેક મોટા શૈક્ષણિક સંકુલો તેમજ બંગલામાં વાવેલા ઝાડ ની ડાળીઓ બંગલાની બહાર ફૂટપાથ પર લટકતી જોવા મળે છે તેથી રાહદારીઓ ફૂટપાટ પર ચાલી પણ શકતા નથી કોર્પોરેશને વહેલી તકે અનેક રોડ પર તેમજ ફૂટપાથ પર લટકતી જાડની ડાળીઓ રાહદારીઓના હિતમાં વહેલી તકે દૂર કરવી જોઈએ ઝાડની ડાળીઓ વડવાઈઓ એટલી હદે નીચે લટકી રહી છે કે વાહન ચાલકો ના માથા ભટકાઈ શકે છે...

રાજકોટ.. અહીંના શાષાી મેદાન સામે આવેલ સૂચક રોડ પર સૂચક શાળા ના શૈક્ષણિક સંકુલની અંદર વાવેલા ઝાડ તેમજ વડલા ની વડવાઈઓ એટલી હદે નમીને રોડ પર લટકી રહી છે જે ગમે ત્‍યારે વાહન ચાલકો સાથે અકસ્‍માત સર્જી શકે છે અનેક વડલાની વડવાઈઓ ફૂટપાથ પર પણ લટકી રહી છે જેથી રાહદારીઓ ફૂટપાથ પર ચાલી પણ શકતા નથી. આ માત્ર એક રોડ પરની વાત નથી પરંતુ અનેક મોટા બંગલાઓ તેમજ મોટા શૈક્ષણિક સંકુલોમાં વાવેલા ઝાડ ની ડાળીઓ લટકતી નમીને ફૂટપાથ પર જોવા મળતી હોય છે જેથી ફૂટપાથ પર રાહદારીઓ ચાલી પણ શકતા નથી.. સૂચક રોડ પર તો એટલી હદે ઝાડની ડાળીઓ અને વડલાની વડવાઈઓ નીચે લટકી રહી છે ગમે ત્‍યારે ટુ વ્‍હીલર વાહન ચાલકો તેમજ છકડો રીક્ષા માલવાહક વાહન ચાલકો કે ફોરવીલર ના છત સુધી ભટકાઈ અને અકસ્‍માત સર્જે તેવી સ્‍થિતિ નિર્માણ પામી રહી છે જો કોર્પોરેશનને તાત્‍કાલિક ઝાડની ડાળીઓ વડવાઇઓ  હટાવવા કોઈ પગલાં નહીં લે તો ગમે ત્‍યારે અકસ્‍માત સર્જાઈ શકે તેવી સ્‍થિતિનું નિર્માણ થયેલ છે.. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા રૈયા રોડ પર બ્રહ્મ સમાજ પાસે દરજી ની વાડી તેમજ અન્‍ય આસપાસ રોડ ઉપર વધુ પડતી નમી ગયેલા ઝાડની ડાળીઓ કાપવાની શરૂઆત કરી છે ત્‍યારે હવે આ રોડને અગ્રતા આપી વહેલી તકે કોઈ અકસ્‍માત સર્જાય ત્‍યાર પહેલા ઝાડની ડાળીઓ અને વડવાઈઓ દૂર કરવા દ્યટતા પગલા લેવા લોક લાગણી પ્રવૃત્તિ ર્રહી છે કોર્પોરેશનના અધિકારીઓ તાત્‍કાલિક પ્રજાહિતમાં યોગ્‍ય કામગીરી ઝડપથી કરે તે જરૂરી છે તસવીરમાં સુચક રોડ પર રોડ સુધી લટકી રહેલી વડવાઈઓ અને ફૂટપાથ પર ઝાડની ડાળીઓ લટકતી જોવા મળે છે. (૩પ-૧૦)

 ભુતકાળમાં એક જાણીતા ડોકટર ત્‍યાંથી પસાર થતાં હતા ત્‍યારે વડવાઇ માથે પડતા ગંભીર ઇજા થયેલ!!

રાજકોટઃ એ નોંધનીય છે કે, આ સુચક રોડ પર ઝાડની ડાળીઓ અને વડલાની વડવાઇઓ ઘણા સમયથી આવી રીતે ખુબજ નીચે આવી ગયેલ હોય કેટલાક મહિના પહેલા જાણીતા રાજકોટના એક સર્જનને ત્‍યાંથી પસાર થતા હતા ત્‍યારે અચાનક વડલાની ડાળી (વડવાઇ) માથે પડતા ગંભીર ઇજા પણ થવા પામી હતી. ત્‍યારે પણ આ બાબતે ભારે દેકારો થયેલ અને આસપાસના વિસ્‍તારના લોકોએ આ બાબતે વિરોધ્‍ધ પણ નોંધાવેલ છે. પરંતુ કોર્પોરેશને ગાર્ડ વિભાગ કે ફાયર વિભાગે આ રોડ પરથી વડવાઇઓ દુર કરવા કે કાપવાની કોઇ તસ્‍દી લીધી નથી, આજે પણ આ સ્‍થિતી જેમની તેમ છે હવે કોઇ વધુ અકસ્‍માત સર્જાય ત્‍યાર પહેલા તંત્ર જાગશે ?

(3:23 PM IST)