<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

બાર. એસો. ની ચૂંટણીમાં ભાજપની પેનલની હાર અને આર. બી. એ. પેનલની જીતની સમીક્ષા કરતા અશોકસિંહ વાઘેલા

જીત પાછળની ચાણકય નિતી અને હાર પાછળના કારણોની વિગતો વર્ણવી

રાજકોટ, તા.૨૦: રાજકોટ બાર એસોસિએશની ચુંટણીના પરીણામ અંગે  સીનીયર એડવોકેટ અશોકસિંહ વાધેલાએ હારજીતની સમિક્ષા કરતાં જણાવ્‍યું હતું કે રાજકોટ બાર એસોસિએશ ની ૨૦૨૫-૨૬  ચુંટણી મા આર.બી એ પેનલ અને સમરસ પેનલ વચ્‍ચે ના પ્રતિષ્ઠાભર્યા જંગ મા સમરસ પેનલ ને પરાસ્‍ત કરી અંદાજીત ૪૪૦૦ જેટલી વકીલોની સંખ્‍યા ધરાવતા રાજકોટ બારે આર બી એ પેનલ ના પ્રમુખ સેક્રેટરી ટ્રેઝરર સહીત કારોબારી સહીત ના હોદ્દાઓ મા મત રૂપી આશિર્વાદ આપી વિજેતા બનાવ્‍યા છે ત્‍યારે આર બી એ પેનલ ની જીત અને સમરસ પેનલ ના હાર ના કારણો નુ વિશ્‍લેષણ કર્યે  તો સમરસ પેનલ એ વર્તમાન ભાજપ સરકાર સંગઠન અને ભાજપ લીગલ સેલ પ્રેરિત હતી અને દરેક ઉમેદવાર મતદાન ના દીવસે ભાજપ નુ પાટીયુ ગળામાં ટીંગાડી ફરતા હતા છતા કોઈ ખાસ પ્રભાવ પાડી શકયા નહી કારણકે નામ સમરસ પરંતુ પ્રભાવ ભાજપ નો વધારે પડતો દેખાડવા ગયા

ભાજપ ના સાંસદ ધારાસભ્‍યો સહીત ના હોદ્દેદારોએ પાસે ચુંટણી કાર્યાલય નુ ઉદઘાટન કરાવ્‍યુ પરંતુ રાજકોટ શહેર ભાજપ મા ચાલતા જુંથવાદ ને સમજવામા નિષ્‍ફળ સાબીત થયા હતાં

ભાજપ લીગલ સેલ ના નામે સમરસ પેનલ  બનાવનાર ભાજપ લીગલ સેલ ના સિનિયર ધારાશાષાીઓએ પેનલ બનાવતા સમયે કોર્ટ ના મહત્ત્વ ના એડવોકેટો ને વિશ્વાસ મા લીધા નહી ભાજપ નેતળત્‍વે આંધળો ભરોસો મુકયો સારો એ મારો નહી મારો એ સારો ની નિતી અપનાવી જે પરીણામમા સ્‍પષ્ટ દેખાય છે

ભાજપ ના સિનિયર ધારાશાસ્‍ત્રીઓ માત્ર પગ ઉપર પગ ચડાવી બેઠા રહ્યા સમરસ પેનલ ની જીત માટે હાડ વર્ક અને ગ્રાઉન્‍ડ મા ઉતરી મહેનતની રણ નિતી બનાવીજ નહી અને નકારાત્‍મક પ્રવળતિ ને પ્રોત્‍સાહિત કરી વાસ્‍તવિક ચિત્ર ને ખોટુ ચીતરવાનો પ્રયાસ કર્યો જે સમરસ પેનલ ના હાર નુ મુખ્‍ય કારણ બન્‍યુ

જયારે આર બી એ પેનલ પ્રથમથીજ વ્‍યકિતગત પ્રતિભા ધરાવતા ઉમેદવારો ને પસંદ કર્યા હતાં. બાર ની ચુંટણી નુ ચિત્ર બદલી શકે તેવા સિનિયર અને સંગઠન ધરાવતા એડવોકેટ મિત્રો  ને પક્ષા-પક્ષી થી પર રહી સાથે રાખવામા સફળ રહ્યા

 વર્તમાન પ્રમુખ  પરેશ મારૂ ના કાર્યકાળ મા વકીલો ના હીત મા થયેલા કાર્યો ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમત ગમત પ્રવાસ મહીલાઓ માટે અલગ પ્રવાસ રમત ગમત જુનિયર વકીલો માટે ના સેમીનારો અને ઐતિહાસિક કહી શકાય તેવા ભવ્‍ય લીગલ સેમિનાર ની સફળતા અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ ની હાઈકોર્ટ બેન્‍ચ માટે ના સંનિષ્ઠ પ્રયાસો એ આર બી એ પેનલ ને વિજય અપાવ્‍યો છે.

 સાથે સાથે ચુંટણી દરમ્‍યાન નકારાત્‍મક પ્રવળતિઓ અને ખોટા દુષ્‍પ્રચાર થી વ્‍યકિતગત આક્ષેપો થી દુર વકીલો વચ્‍ચે પોતાની કામગીરી ના આધારે મતો માગ્‍યાં  અનુભવી નિવડેલ ગુજરાત બાર એસોસિએશન ના મેમ્‍બર અને ઓલઈન્‍ડીયા બાર કાઉન્‍સિલ ના સભ્‍ય દિલીપભાઈ પટેલ ની ચાણકય રણનીતિ ખૂબ જ સફળ રહી હતી.

દીલીપભાઈ પટેલ પરેશ મારૂ અશોકસિંહ વાઘેલા મહીલા ધારાસભ્‍ય શ્રીઓ મહેશ્વરીબેન અને બીનલબેન   ટિમ વર્ક જીત માટે કારણભૂત રહ્યા હતા. ગત ચુંટણી મા દિલીપભાઈ પટેલ દ્વારા બાર એસોસિએશન ની સનદ માટે નુ કેન્‍દ્ર રાજકોટ પરત લાવવાનુ વચન પણ પૂર્ણ કર્યુ અને રાજકોટ ને પરીક્ષાનુ કેન્‍દ્ર અપાવ્‍યુ

રાજકોટ બાર એસોસિએશની ચુંટણી મા આગલા દીવસે મળતા જનરલ બોર્ડ મા સમરસ પેનલ કરેલ ધમાલ સામે આર બી એ પેનલ ની સાણપણ ભરેલી ચુપકીદી અને જનરલ બોર્ડ ના એજન્‍ડા મુજબ ની કાર્યવાહી જીત માટે ગેમચેન્‍ઝર સાબીત થઈ છે

 મતદાન ના આગલા દીવસે આર બી એ પેનલ ના સમર્થનમાં નાગર બોડીગ ખાતે યોજાયેલ મહા સંમેલન મા અશોકસિંહ વાઘેલા નેહલ શુકલ દીલીપભાઈ પટેલ ના ભાષણો થી વકીલો મા સાચી વાતો ઉજાગર કરી ઉત્‍સાહ વધાર્યો હતો.

 ટુંક મા દિલ્લી કોન્‍સ્‍ટિટયુઅન્‍ટ ક્‍લબ ની ચુંટણી મા ભાજપ ના નેતાઓ ના ટેકા વગર રાજીવ પ્રતાપ રૂડી ને આદરણીય શક્‍તિસિંહ ગોહિલ અને રાહુલ ગાંધીએ  જીતાડ્‍યા હતા તેવી જ રીતે રાજકોટ બાર એસોસિએશન મા સમરસ ની હાર અને આર બી એ પેનલ નો વિજય થયો છે

 બીજી બાબત સમરસ પેનલ પાસે ભાજપ લીગલ સેલના સીનીયર વકિલો હતા તો આર.બી એ પેનલ પાસે દીલીપભાઇ હતા.  સમરસ પાસે શિષ્‍ય જીગ્નેશ તો આર બી એ પેનલ પાસે જીગ્નેશ ના ગુરૂઅશોકસિંહ વાધેલા હતા.

જોગાનુજોગ છેલ્લી ૨ ટર્મ થી મતદાન ના આગલા દીવસે યોજાતા મહાસંમેલન મા નાગરબોર્ડીગં અને અશોકસિંહ વાઘેલા ને નેહલ શુકલ સંબોધન કરે તે પેનલ ને બહુમતિ મળતી હોય છે એ સિલ સિલો આ ત્રીજી વખત પણ અકબંધ રહ્યો છે

અશોકસિંહ વાઘેલા

એડવોકેટ

(4:18 PM IST)