તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
જીંદગી કે એશ-ઓ-ગમ : એચ. પી. મ્યુઝીકલ સ્ટુડીયો સ્વર સાધના દ્વારા કાલે સંગીત સંધ્યા
ગાયક કલાકારો ફાલ્ગુની પટેલ, વંદના વ્યાસ, જાગૃતિ દુબલ, જહાનવી દાવડા, ધીરૂ કનેરીયા, અતુલ સંઘવી, રામજી શીંગાળા, દિલીપસિંહ ડોડીયા, કમલ જીવરાજાની અને એચ.પી. પટેલ સુમધુર ગીતો રજુ કરશે

રાજકોટ : આવતીકાલે તા. ર૧ રવિવારના રોજ સાંજના પઃ૪પ થી ૯ સુધી સીનીયર સીટીઝન પાર્ક, ઇવનીંગ પોસ્ટ (ચૌધરી હાઇસ્કુલથી જયુબેલી બાગ જવાના રસ્તે, જીલ્લા બેન્ક ભવનની બાજુમાં) ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. નવા-જુના ફિલ્મોના સુ-મધુર ગીતોનો ગુલદસ્તો પીરસવામાં આવશે.
‘‘સ્વર સાધના'' મ્યુઝીકલ સ્ટુડીયોના ગાયક કલાકારો ફાલ્ગુની પટેલ, શ્રીમતિ વંદનાબેન વ્યાસ, શ્રીમતી જાગૃતિબેન દુબલ, શ્રી જહાનવીબેન દાવડા સાથે ધીરૂભાઇ કનેરીયા, અતુલભાઇ સંઘવી તથા રામજીભાઇ શીંગાળા, દિલિપ સિંહ ડોડીયા, કમલભાઇ જીવરાજાની અને એચ.પી. પટેલ દ્વારા ગીતોની પ્રસ્તુતિ રજુ કરવામાં આવશે.
શ્રોતાગણ, સીનીયર સીટીઝન્સ, સંગીત પ્રિયજનો ઉપસ્થિત રહેશે. વધુ માહિતી માટે મો. ૯૪૦૯પ૭૧૮ર૯ ઉપર સંપર્ક કરી શકાય છે.
(2:17 PM IST)










