તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
‘‘રાઇઝિંગ રાજકોટ'' પ્રદર્શનની મુદતમાં રપ દિ'નો વધારો
શહેરીજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે પ્રદર્શન આગામી તા. ૧પ જાન્યુ. સુધી રોજ સવારે ૧૦ થી રાત્રીના ૧૦ દરમ્યાન ખુલ્લું રહેશે

રાજકોટ તા. ૧૯: મહાનગરપાલિકા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે ‘‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા'' - પ્રદર્શનનો શુભારંભ તા.૨૨/૧૧/૨૦૨૫ના રોજ કરવામાં આવેલ. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે ‘‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા'' પ્રદર્શનનું તા.૨૧ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવેલ. શહેરીજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે પ્રદર્શન આગામી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે, જેનો સમય સવારે ૧૦-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધીનો રહેશે, તેમ મનપા જી રામ સત્તાવારની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘‘રાઇઝિંગ રાજકોટ'' પ્રદર્શન શહેરના સર્વાંગી વિકાસની છેલ્લા ૨૦ વર્ષની ગૌરવગાથાને રજૂ કરતું એક અનોખું અને ભવ્ય આયોજન બની રહ્યું છે. પ્રદર્શનને શહેરીજનો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, વિવિધ સંસ્થાઓ તથા મહેમાનો તરફથી મળતા અતિ ઉત્સાહજનક અને અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શન હવે આગામી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રદર્શન દ્વારા રાજકોટ શહેરે છેલ્લા બે દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા-ડ્રેનેજ, પાણી પુરવઠો, સ્વચ્છતા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્ય, શિક્ષણ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, પર્યાવરણ, ડિજિટલ સેવાઓ, જાહેર સુવિધાઓ તેમજ શહેરી સુશાસનના ક્ષેત્રોમાં કરેલા વિકાસ કાર્યોને વિગતવાર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આધુનિક ટેકનોલોજી, ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો, મોડેલ્સ, ફોટોગ્રાફ્સ અને માહિતીપ્રદ પ્રેઝન્ટેશન દ્વારા શહેરના વિકાસયાત્રાને સરળ અને રસપ્રદ રીતે દર્શાવવામાં આવી છે. મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે જે કોઈ શહેરીજન હજુ સુધી ‘‘રાઇઝિંગ રાજકોટ'' પ્રદર્શનની મુલાકાત લઈ શકયા નથી, તેઓ આવનારા દિવસોમાં પરિવાર અને મિત્રોને સાથે લઈ આવીને આ ભવ્ય આયોજનનો લાભ લે. આ પ્રદર્શન રાજકોટ શહેરના વિકાસની ગાથાને નજીકથી સમજવાની અને અનુભવાની એક ઉત્તમ તક પૂરું પાડે છે
(4:17 PM IST)










