<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ચોરીઓના ગુનામાં સામેલ નવલનગરનો મેહુલ ઉર્ફ મામો ઉર્ફ ભૂરી પાસામાં ધકેલાયો

લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્‍સને વડોદરા જેલહવાલેઃ પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

 

રાજકોટ તા. ૧૯: શહેરના નવલનગર-૨માં બંધ શેરીમાં ચામુંડા કૃપા ખાતે રહેતો અને ચોરી, લૂંટ સહિતના ગુનાઓનો લાંબો ઇતિહાસ ધરાવતો મેહુલ ઉર્ફ મામો ઉર્ફ ભુરી ધનજીભાઇ જેઠવા (ઉ.વ.૨૮) વધુ એક વખત પાસા તળે જેલહવાલે થયો છે.

આ શખ્‍સ તાજેતરમાં યુનિવર્સિટી પોલીસ, માલવીયાનગર પોલીસ અને પ્ર.નગર પોલીસમાં એક પછી એક ચાર મિલ્‍કત વિરોધી ગુનામાં પકડાયો હતો. અગાઉ પણ ચોરી, લૂંટ, મંદિરમાં ચોરીઓ, દેરાસરમાં હુમલો કરી લૂંટ સહિતના ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા મેહુલ ઉર્ફ ભુરીને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને મુકવામાં આવી હતી. જે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી વડોદરા જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

પાસા વોરન્‍ટ બજવણીની કામગીરી યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પરમાર, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જે. અને. ખટાણા, એએસઆઇ સિધ્‍ધરાજસિંહ ચુડાસમા, હેડકોન્‍સ. વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, હરેશભાઇ સારદીયા, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ ટેમભા અને પીસીબીના રાજુભાઇ દહેકવાલે કરી હતી. (૧૪.૧૧)

 

(2:55 PM IST)