તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
સોરઠીયાવાડી સર્કલ પાસે દુકાનમાં ભીષણઆગઃ ૧૭ લાખનું નુકશાન
બંને દુકાનોમાં અલગ-અલગ બેગનો સામાન તથા બ્લેંકેટનો જથ્થો બળીને ખાક

રાજકોટ, તા.૧૯: શહેરના સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલી બે દુકાનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયર બ્રીગેડ સ્ટાફે સ્થળપર પહોંચી પાણીના મારો ચલાવી આગ બુઝાવી હતી.સોરઠીયા વાડી સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપની બાજુમાં આવેલી પતરાના રેડ વાળી બેદુકાનમાં રાત્રે એકાએક ભીષણ આગ લાગતા નાસભાગ મચીગઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.બાદ કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફના ફાયર ઓફીસર ચન્દ્રકાંતભાઇ ચાવડી, કેતનભાઇ ચેનવા, તથા વિજયભાઇ, યજ્ઞેશભાઇ, જયદીપભાઇ, જયસુખભાઇ, મહેશભાઇ, સંદીપભાઇ સહિતનો સ્ટાફ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં બંને દુકાનમાં નાનીમોટી અલગ-અલગ બેગનો સામાન તથા બ્લેંકેટનો સામાન બળીને ખાક થઇ ગયો હતો. આગમાં આશરે ૧૭ લાખનું નુકસાન થયુ હોવાનું ઇકરામુલહક મહોમ્મદ ઇમરાન શેખે જણાવ્યુ છે. આગ લાગવાનું કારણ જાણવા તપાસ થઇ રહી છે. (૩.૧૪)
(2:55 PM IST)










