<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

રાજકોટમાં રવિવારથી ચાર દિવસ એન્જી એકસ્પો ર૦રપ

ઉદ્યોગકારો, ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ અને ટેકનીકલ પ્રોફેશનલ્સ માટે બિઝનેસની વિશાળ તકો : આ પ્રદર્શનમાં મશીન ટુલ્સ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમેશન, રોબોટીકસ, વેલ્ડીંગ, કટીંગ, ઓટોમોબાઇલ સહિત ત્રણ હજાર પ્રોડકટસ રજુ કરવામાં આવશે : અંબાલાલ ભંડારકર, કૃણાલ વરમોરા

રાજકોટ : ભારતના સૌથી મોટા ઔદ્યોગિક અને એન્જિનીયરીંગ પ્રદર્શનોમાંના એક ગણાતા એન્જી એકસ્પો ર૦રપ નું રાજકોટમાં ફરી એકવાર આયોજન થવા થઇ રહ્યું છે. એન્જીનીયરીંગ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટસ માટે ખાસ ડિઝાઇન કરાયેલો ૧૭ મા એન્જી એકસ્પો ર૦રપ ઉદ્યોગકારો, ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ તથા ટેકનિકલ પ્રોફેશનલ્સ માટે બિઝનેસની વિશાળ તકો લઇને આવી રહ્યાનું આજે યોજાએલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

એન્જી એકસ્પો ર૦રપનું આયોજન ર૧ થી ર૪ ડિસેમ્બર (રવિ થી બુધ) દરમિયાન રાજકોટના આજી વિસ્તાર એન એસ આઇ સી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. પ્રદર્શન દરરોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

આ પ્રદર્શનમાં મશીન ટુલ્સ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમેશન અને રોબોટિકસ, વેલ્ડીંગ અને કર્ટીગ, પાવર તથા હેન્ડ ટુલ્સ, ઇલેકિટ્રકલ અને ઇલેકટ્રોનિકસ, સેફટી પ્રોડકટસ, મટીરીયલ હેન્ડલિંગ, કન્સ્ટ્રકશન, સોલાર, પ્લાસ્ટિક, પેકેજિંગ,આઇટી, ફાઇનાન્સ, એગ્રીકલ્ચર, ઓટોમોબાઇલ પાર્ટસ, કાસ્ટિંગ અને પ્રિસિઝન એન્જીનીયરીંગ સહિતના અનેક ક્ષેત્રોની અદ્યતન ટેકનોલોજી અને નવીન ઉત્પાદનો રજુ કરવામાં આવશે.

એન્જી એકસ્પોના સીઇઓ અને ફાઉન્ડર  અંબાલાલ ભંડારકર તથા પ્રોજકટ હેડ કૃણાલ વરમોરાએ જણાવ્યું હતું કે, આ એકસ્પોમાં ર૦૦ થી વધુ સ્ટોલ્સ દ્વારા ૩ હજારથી વધુ પ્રોડકટસ પ્રદર્શિત કરવામાં આવશે. એકસ્પોમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને માત્ર નોંધણી જરૃરી રહેશે.

આ પ્રદર્શન એમએસએમઇ ઉદ્યોગકારો, બિઝનેસ ઓનર્સ અને સ્ટાર્ટઅપ શરૃ કરવા ઇચ્છુક લોકો માટે ઉત્પાદકો, સપ્લાયર્સ, ટ્રેડર્સ અને ટેકનોલોજી લીડર્સ સાથે સીધો સંપર્ક સાધવાની ઉત્તમ તક પુરૃં પાડશે. અંદાજે પ૦ હજારથી વધુ મુલાકાતીઓ ચાર દિવસીય આ પ્રદર્શનમાં હાજરી આપશે. આ અંગે વધુ  માહિતી માટે ઇમેઇલ : [email protected]

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે એન્જી એકસ્પોના સીઇઓ અને ફાઉન્ડર શ્રી અંબાલાલ ભંડારકર અને પ્રોજેકટ હેડ શ્રી કૃણાલ વરમોરા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) 

(3:41 PM IST)