<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

રેસકોર્ષમાં રડી રહેલી યુવતિનું શી ટીમે પરિવાર સાથે મીલન કરાવ્‍યું

મમ્‍મી-પપ્‍પા ખીજાતાં ઘર છોડી નીકળી ગઇ'તી કોન્‍સ. કોકીલાબેન સોલંકીએ કાઉન્‍સેલીંગ કરી સમજાવી

રાજકોટતા. ૧૮: શહેરના રેસકોર્ષ બગીચા ખાતેના કલ્‍પના ચાવલા ગાર્ડનમાં મહિલા પોલીસ સ્‍ટેશનની શી ટીમ પેટ્રોલીંગમાં પહોંચી ત્‍યારે એક આશરે ૨૨થી ૨૪ વર્ષની યુવતિ બગીચામાં બેઠી બેઠી ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળતાં શી ટીમના ઇન્‍ચાર્જ કોન્‍સ. કોકીલાબેન સોલંકીએ તેણી કોઇ મુશીબતમાં હોવાનું જણાતાં તેની પાસે જઇ સાંત્‍વના આપી પુછતાછ કરતાં તેણીએ પોતે નાના મવા રોડ વિસ્‍તારની હોવાનું અને સવારે મમ્‍મી-પપ્‍પાએ ઠપકો આપતાં પોતે ઘર છોડીને નીકળી ગયાનું કહ્યું હતું.

કોકીલાબેન સહિતે આ યુવતિનું કાઉન્‍સેલીંગ કરી તેના મમ્‍મી-પપ્‍પાને બોલાવી તેને સુપરત કરી હતી. દિકરીને શોધી રહેલા માતા-પિતા-પરિવારને દિકરી હેમખેમ મળતાં મહિલા પોલીસની શી ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અને પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં કોકીલાબેન સોલંકી સહિતે આ કામગીરી કરી હતી.

(3:56 PM IST)