<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

મનપા દ્વારા ચીકી- લાડુ- કચરિયુંના વધુ ૧૦ નમુના લેવાયા

શિયાળો- મકરસંક્રાતના તહેવારને ધ્‍યાનમાં રાખી સ્‍પેશ્‍યલ ડ્રાઇવઃ ૩ને લાઇસન્‍સ અંગે સુચના

રાજકોટ તા.૧૮: શિયાળા ઋતુ તથા મકરસંક્રાંતિ તહેવારો અનુલક્ષીને મનપા દ્વારા રાજકોટના પારેવડી ચોક, કેશરી હિન્‍દ પુલ પર આવેલ વિસ્‍તારોમાં ચીકીનું ઉત્‍પાદન તથા વેચાણ કરતી પેઢીનું ચેકિંગ કરવામાં આવેલ

જેમાં વપરાશમાં લેવાતા તલ, ગોળ, શીંગદાણા, ટોપરું વગેરેના સ્‍ટોરેજ પેકિંગ તેમજ પેઢીના ઉત્‍પાદન સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન તપાસવામાં આવેલ. જેમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૦૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ ૦૩ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં મોમાઈ ચીકી, અનંત લાઈવ ચીકી તથા  જય સિયારામ ચીકીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

મનપાની સ્‍પેશલ ડ્રાઈવ અંતર્ગત ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ કુલ ૧૦ નમૂના લેવામાં આવેલ. જેમાં તલની ચીકી (લુઝ) મોમાઈ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્‍દ પુલ પાસે, ક્રશ ચીકી (લુઝ) અનંત લાઈવ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્‍દ પુલ પાસે,  તલના લાડુ (લૂઝ)  શિવ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્‍દ પુલ પાસે, દાળિયાની ચીકી (લુઝ) જય બજરંગ લાઈવ ચીકી, પારેવડી ચોક,  કેશરી હિન્‍દ પુલ પાસે, ટોપરાની ચીકી તથા શીંગ ચીકી (લુઝ) જય સિયારામ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્‍દ પુલ પાસે, નેશનલ નામદાર પિનટ માવા ચીકી (૪૫૦ ગ્રામ પેક્‍ડ) તથા મનમોજી ચીકી (લુઝ) જય જલારામ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્‍દ પુલ પાસે, કાળા તલનું કચરિયું (લુઝ) પાર્થ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્‍દ પુલ પાસે અને તલના લાડુ (લુઝ) જય બજરંગ લાઈવ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્‍દ પુલ પાસેથી નમુના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્‍યા હતા.(

(3:22 PM IST)