તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th December 2025
હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા : શનિવારે મહમ્મદ રફીના ગીતોની અનોખી મહેફીલ : ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલી
ગાયકો સુરજદાસ, રાજ પવાર, નીતિન જોશી, ગીતા રાની, ગીતા જોશી, જયેશ પનારા ગીતો પીરસશે : દેવાનંદના ડુપ્લીકેટ અશોક પ્રજાપતિ પોતાની અભિનય કલાથી મનોરંજન કરાવશે : પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ

રાજકોટ : સુવિખ્યાત મહમ્મદ રફી ફેન કલબનો કાર્યક્રમ આકાર લઇ રહ્યો છે. આ કલબનાં સ્થાપક, પ્રમુખ તથા રફી ભકત જીતેન્દ્રભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૯ વર્ષોથી આ સાંગીતિક સંસ્થા દ્વારા સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતો હોવાનું યાદિમાં જણાવાયું છે.
તા. ર૦ ડિસેમ્બર શનિવારે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે પાર્શ્વ ગાયક મહમ્મદ રફીના ગીતોની અનોખી મહેફીલ યોજાઇ રહી છે. જેમાં તાજેતરમાં જ અવસાન પામેલા હિન્દી ફિલ્મના હી-મેન અભિનેતા ધર્મેન્દ્રને પણ શ્રદ્ધાંજલી આપવામાં આવશે.
મહમ્મદ રફીએ સુવર્ણ યુગના દરેક સફળ અભિનેતાને પોતાનો અવાજ આપ્યો હતો. બલ્કે એમ કહી શકાય કે રફીના અવાજના જાદુથી અનેક અભિનેતાઓએ સફળતાના શિખર સર કર્યા હતા.
‘‘હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા'' કાર્યક્રમ માટે જીતેન્દ્રભાઇ ભટ્ટે મુંબઇના ગાયક કલાકારો સુરજદાસ, રાજ પવાર તથા નિતિન જોશીને નિમંત્રણ આપેલ છે જયારે મુંબઇના ગાયિકા શ્રીમતી ગીતા રાની તથા શ્રીમતી ગીતા જોશી પોતાના ગીતો રજુ કરશે. ગાયક જયેશ પનારા પણ ગીતો રજુ કરશે. રાજકોટના કીબોર્ડ પ્લેયર અને કમ્પોજર રાજેન્દ્ર ત્રિવેદી તથા વાદક મિત્રો સંગીત સંગાથ આપશે. અમદાવાદથી અશોક પ્રજાપતિ આવી રહ્યા છે. જે પોતાની અભિનયકલાથી મનોરંજન કરશે. તેઓ કુદરતી રીતે દેવઆનંદ સાહેબની પ્રતિકૃતિ જેવા દેખાય છે. કાર્યક્રમનું સંચાલન ઉદઘોષિતા શ્રીમતી ભૂમિબેન વાછાણી કરશે. ધ્વની સંચાલન શંકરભાઇ સંભાળશે. કલાત્મક વિડિયોગ્રાફી સદગુરૂ વિડિયો વિઝનના ચેતનભાઇ પોપટ સંભાળશે.
સંગીતજ્ઞ મનસુખભાઇ વકેરીયા, દુર્લભજીભાઇ પરમાર (અંબિકા ઇન્ડસ્ટ્રીઝ) ભરતભાઇ વાંસજાળીયા (જય દ્વારકાધીશ કોટન) અલ્પેશભાઇ વેકરીયા, ભરતભાઇ સાવકીયા નિલેશભાઇ ભોજાણી (જાણીતા આર્કિટેક) તથા અજીતસિંહ ચાવડા (સિંઘલ પાવર પ્રા. લી.) ઉપસ્થિત રહેશે.
કલાપ્રેમી જયેશભાઇ પનારા, જયભાઇ શાહ, રાજુભાઇ કાનાબાર, ચેતનભાઇ ભોજાણી, વિકીભાઇ પટેલ, હિતેશભાઇ રૈયાણી તથા વિમલભાઇ પટેલના સહકારથી આયોજીત આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે જીતેન્દ્રભાઇ ભટ્ટ (૯૮ર૪પ૭ર૪૭ર) નો સંપર્ક કરવા યાદિના અંતમાં જણાવ્યું છે.
(2:54 PM IST)










