<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ચુંટણી પુર્વે રાજકોટ બાર એસો.ની જનરલ બોર્ડ તોફાની બનીઃ હિસાબોના મામલે અફડાતફડી સર્જાઇ

સભા તોફાની બનતા હોદેદારો સભા છોડી જતા રહયાઃ સેમીનાર અને સંદીપ વેકરીયાના મુદ્દે ઉગ્ર ચર્ચાઃ હોદેદારોને બદલે કારોબારી સભ્‍ય મારફત મીટીંગ શરૂ કરાઇઃ હોદેદારો સભા છોડી જતા રહેતા નિરવ પંડયાની અધ્‍યક્ષ તરીકે નિમણુંક કરીને ઠરાવો પસાર કરાયાઃ કાલે ચુંટણી છે તે પુર્વે અફડાતફડીનો માહોલઃ બારના હોદેદારો ગરીમા ચુકયા હોવાની ચર્ચા

રાજકોટ : બાર એસો.ની ચુંટણી આવતીકાલે યોજાનાર છે ત્‍યારે આજે મળેલ જનરલ બોર્ડની બેઠક તોફાની બની હતી. ‘અકિલા'ની મુલાકાતે આવેલ રાજકોટના જાણીતા વકીલો પ્રમુખપદના દાવેદાર સુરેશભાઇ ફળદુ, શ્‍યામલ સોનપાલ, અર્જુનભાઇ પટેલ, મેહુલ મહેતા, જીજ્ઞેશ જોષી, અજયભાઇ જોષીએ જનરલ બોર્ડે પ્રશ્ને થયેલ કાર્યવાહી અંગેની વિગતો ‘અકિલા' ના મોભી કિરીટભાઇ ગણાત્રા અને પત્રકાર નયનભાઇ વ્‍યાસ સમક્ષ વર્ણવી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૮ :  રાજકોટ બાર એસો.ની જનરલ બોર્ડની મીટીંગ આજે યોજાઇ હતી. જેમાં ગત વર્ષના હિસાબો રજૂ કરવાના મામલે વકીલો વચ્‍ચે ભારે વાદવિવાદ સર્જાયો હતો. ખાસ કરીને રાજકોટમાં યોજાયેલા નેશનલ લીંગલ સેમિનાર અને વર્તમાન બોડીમાંથી સેક્રેટરીની જગ્‍યા ઉપરથી રાજીનામુ આપી દેનાર સંદિપ વેકરીયાના મુદ્‌્‌ે આ બેઠક તોફાની બની હતી.

એવુ કહેવાય છે કે, સામાન્‍ય રીતે બપોરના ૧ર-૩૦ કલાકે જનરલ બોર્ડની બેઠક રાખવામાં આવતી હોય છે. પરંતુ આ બેઠકમાં કેટલાંક પ્રશ્નોની ઝડી વરસે તેમ હોય આ બેઠકને કોર્ટ કાર્યવાહીનો સમય શરૂ થાયને પહેલા ચાલુ કરી દેવામાં આવી હતી.

આજની આ જનરલ બોર્ડ તોફાની બની રહી છે. બે જૂથના વકીલો વચ્‍ચે સેમિનાર અને સંદિક વેકરીયાના મુદ્‌્‌ે ગરમાગરમી સર્જાઇ હતી. જનરલ બોર્ડમાં રાબેતા મુજબ ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવતાં નેશનલ સેમિનારના હિસાબો અન્‍વયે ભ્રષ્‍ટ્રાચારના મુદ્‌્‌ે બેઠકમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ઉપરોકત બંને મુદ્‌્‌ાઓ અંગે વાતાવરણ તંગ થઇ જતા વર્તમાન હોદેદારો જનરલ બોર્ડની કાર્યવાહી અધુરી છોડીને ચાલ્‍યા ગયા હતાં. આ સભા સામાન્‍ય રીતે સેક્રેટરી દ્વારા રાખવવામાં આવતી હોય છે. અને જો. સેક્રેટરી ઉપસ્‍થિત ન હોય તો ઉપપ્રમુખ અથવા તો જોઇન્‍ટ સેક્રેટરી મારફતે જનરલ બોર્ડનું સંચાલન કરવામાં આવતું હોય છે. પરંતુ તેમ કરવાને બદલે એક કારોબારી સભ્‍ય સંજય ડાંગર દ્વારા કાર્યવાહી શરૂ થતાં સભા તોફાની બની હતી.

આ બાબતે ખુબજ વિરોધ થતાં ઉપપ્રમુખ મારફત સભાનું સંચાલન કરવાની ફરજ પડી હતી. આ સભામાં પ્રમુખપદ તરફથી માત્ર બાર એસો.ની એફ.ડી. સભ્‍યપદની આવકોનો હિસાબ તેમજ વેલફેર ટીકીટોની આવકનાં હિસાબો રજુ કરવામાં આવ્‍યા. પરંતુ નેશનલ લિગલ સેમિનારના નામે જે રકમો જુદા જુદા કોર્ટો - યુનિવર્સિટી તેમજ વ્‍યકિતગત દાતા તરફથી મળેલ તે ડોનેશનની રકમો અને સેમિનારમાં ભાગ લેનાર વકીલો પાસેથી રજીસ્‍ટ્રેશન-ફી ઉધરાવેલ તેના કોઇ હિસાબો હજુ કરવામાં આવેલ નથી તેમ વકીલ વર્તુળોમાંથી જાણવા મળે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સેમિનાર સંદર્ભે ઉચાપતના આક્ષેપો થયેલા હોવા છતાં જનરલ બોર્ડમાં તેવા હિસાબો મંજુર રાખવા માટે પ્રસ્‍તાવ મુકવામાં આવેલ. કહેવાય છે કે, આ બાબતે બોર્ડની બેઠકમાં ભારે વિરોધ થયો હતો. અને એક જુથના વકીલોનો આક્રોશ જોતા હોદેદારો જનરલ બોર્ડ છોડીને જતા રહયા હતા. જેના કારણે કાર્યવાહી આગળ ચલાવવા અધ્‍યક્ષ તરીકે નિરવ પંડયાની નિમણુંક કરવામાં આવી હતી. અને તેઓ દ્વારા આગળની કાર્યવાહી કરીને ઠરાવો પસાર કરવામાં આવ્‍યા હતા અને ઉપસ્‍થિત વકીલોની હાજરીમાં જે ઠરાવો થયેલ તેની રજીસ્‍ટરમાં નોંધ કરવામાં આવી હતી.

આ મામલો વધુ ઉગ્ર બનતા સીનીયર ધારાશાષાી જે.એફ. રાણાની દરમિયાનગીરીથી મામલો થોડો શાંત થયો હતો. પરંતુ તે દરમ્‍યાન પૂવર્તમાન હોદેદારો જનરલ બોર્ડ છોડીને જતા રહયા હતા.

આ જનરલ બોર્ડ શરૂ થતા તેની સામે ભ્રષ્‍ટ્રાચારના આક્ષેપો થયેલ છે તે બી.સી. આઇ.ના સહઅધયક્ષ દિલીપ પટેલે વાણી વિલાસ કરી પ્રમુખશ્રી અને તેની બોડીને ફરીથી આ જનરલ બોર્ડ અધુરૂ છોડીને ચાલ્‍યા જવા ઉશ્‍કેરયા. જેથી ફરીથી પ્રમુખ અને તેની ટીમ જન. બોર્ડ છોડી જતા રહેલ. જે શરમજનક ઘટના છે સમગ્ર વકીલ આલમ આ ઘટનાને વખોડી રહેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ જે વકીલોની હાજરી માટેનું રજીસ્‍ટર જનરલ બોર્ડ સમક્ષ બનાવવામાં આવેલ હતું. અને આ બોર્ડ પુરૂ ન થાય ત્‍યાં સુધી દરેક વકીલો તે રજીસ્‍ટરમાં સહિ કરતા હોય છે. તે રજીસ્‍ટર જનરલ બોર્ડમાં હોવા છતા આ જનરલ બોર્ડ ચોરી જવામાં આવેલ છે. તેવા આક્ષેપો વાળી અરજી કરાવવામાં આવેલ હતી. જે રજીસ્‍ટર કાર્યકારો અધ્‍યક્ષ નિરવ પંડયાએ બાર એસો.માં ફરીથી જમા કરાવ્‍યું હતું.

રાજકોટ બાર એસો.ની સને રપ-ર૬ ની ચૂંટણીમાં આ વર્ષે વાતાવરણ તંગ રહયુ છે. કાલે ચુંટણી યોજાનાર છે જયારે આજે બન્ને પેનલો વચ્‍ચે ભારે પરાકાષ્‍ઠાનો ચૂંટણી જંગ જામેલ છે.

બાર એસોસિએશન દ્વારા ચાલુ બોડીની અવધિના અંતિમ દિવસે દર વર્ષની માફક જનરલ બોર્ડ મળતું હોય છે.  જેમાં વર્તમાન બોડી દ્વારા વર્ષ ૨૦૨૪ /૨૫ના વર્ષ દરમિયાન કરેલી કામગીરીના લેખા જોખા અને ખર્ચના હિસાબ કિતાબ રજૂ કરવામાં આવતા હોય છે. જેમ આજે રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડ  તા.૧૮ ને  ગુરુવાર ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નવા ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ બિલ્‍ડીંગમાં, પહેલા માળે, B વિંગમાં બાર રૂમ માં બાર બારના હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં જનરલ બોર્ડની શરૂઆત થઈ હતી જેમાં પ્રમુખ પરેશ મારું દ્વારા હિસાબ કિતાબ અને કરેલી કામગીરીનું સરવૈયું રજૂ કરવામાં આવ્‍યું હતું જેને ઉપસ્‍થિત વકીલો દ્વારા  બહુમતીથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી ત્‍યારબાદ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના સેક્રેટરીના ઉમેદવાર મેહુલ મહેતા દ્વારા બાર એસોસિએશનના કર્મચારી પાસેથી મિનિટસ બુક્‍સ આચકીને ભાગી ગયા હતા જે તે સમયે પોતાની બહુમતી ન હોવાથી બાર એસોસિએશનના કર્મચારી તુષાર ચૌહાણ દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી સ્‍વરૂપે ફરિયાદ આપવામાં આવી છે તેમ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના મેમ્‍બર દિલીપભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્‍યું છે. 

 

(2:48 PM IST)