<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

આવતા વર્ષે સોૈરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટ એક્‍ઝીબીશનનુંભવ્‍ય આયોજન

સોૈરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટીક મેન્‍યુફેક્‍ચરર્સ એસોસીેએશન દ્વારા ૨૦૨૬માં મેં માસમાં આયોજન : હેમુ ગઢવી હોલ ખાતે પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ

રાજકોટ : સોૈરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટીક મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશનનું આયોજન કરવામાં આવે છે અને આગામી ૨૦૨૬ના વર્ષમાં પણ વધુ ભવ્‍ય અને નવીનતાભર્યા એક્‍ઝીબીશનનનું આયોજન કરવામાં આવશે. હેમુ ગઢવી હોલ ખાતે એસોસિએશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ૨૦૨૬ની આ ઇવેન્‍ટને લોન્‍ચ કરવામાં આવી હતી. આ ત્રિવિધ કાર્યક્રમમાં આ લોન્‍ચિંગ ઉપરાંત સભ્‍યોની ડિરેક્‍ટરીનું વિમોચન તથા મ્‍યુઝીકલ પાર્ટી વિથ ગ્રાન્‍ડ ગાલા ડીનરનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું.આ કાર્યક્રમ અંગે પત્રકારોને  માહિતી આપતા સોૈરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટીક મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશનના પ્રમુખ જે.કે. પટેલ અને અન્‍યોએ કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં સભ્‍યોને પ્રોત્‍સાહિત કરવા માટે ધારાસભ્‍યો રમેશભાઇ ટીલાળા અને ડો. દર્શીતાબેન શાહ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઓલ ઇન્‍ડિયા પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશનનાં પ્રમુખ સુનીલભાઇ શાહ, પ્‍લાસ્‍ટ ઇન્‍ડિયા-૨૦૨૬નાં હોસ્‍પિટાલિટી ચેરમેન મનોજભાઇ શાહ, પ્‍લાસ્‍ટ વિઝન-૨૦૨૭નાં ચંદ્રકાંતભાઇ તુરખીયા સહિતનાએ સભ્‍યોને માર્ગદર્શન આપ્‍યું હતું.

કાર્યક્રમનાં પ્રારંભે સ્‍વાગત પ્રવચન સોૈરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશનના પ્રમુખ જે.કે. પટેલે કહ્યું હતું. આ પછી પ્‍લાસ્‍ટ ઇન્‍ડિયાના મનોજભાઇ શાહ અને ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા વગેરેએ સભ્‍યોને સંબોધિત કર્યા હતા.

આ પછી સભ્‍યોની ડિરેક્‍ટરીનું વિમોચન તથા સોૈરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટ-૨૦૨૬ એક્‍ઝીબીશનની લોન્‍ચિંગ સેરેમની યોજાઇ હતી. આ એક્‍ઝીબીશન આગામી મે માસનીતા. ૬થી ૯ એમ ચાર દિવસ દરમિયાન યોજાશે.

કાર્યક્રમનાં બીજા સત્રમાં ઓલ ઇન્‍ડિયા પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશનના પ્રમુખ સુનીલભાઇ શાહ, ચંદ્રકાંતભાઇ તુરખીયા તથા ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહે માર્ગદર્શન આપ્‍યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ટેકનીકલ સેશન પણ યોજાયું હતું અને તેમાં સભ્‍યોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્‍યુંહતું. આ કાર્યક્રમમાં સોૈરાષ્‍ટ્રમાંથી સભ્‍યો ઉપરાંત બીજા રાજ્‍યોમાંથી પણ મેન્‍યુફેક્‍ચરર્સ આવ્‍યા હોવાની તેમના માટે ભવ્‍ય મ્‍યુઝીકલ નાઇટ પણ યોજવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે.કે.પટેલ, વી.ડી.પટેલ, વિનુભાઇ માથુકીયા, પરેશભાઇ હાંસલિયા, બાબુભાઇ ડાંગર, રીધ્‍ધીભાઇ પટોળીયા, અરૂણભાઇ રોકડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:47 PM IST)