તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th December 2025
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં આરબીએ પેનલના હોદ્દેદારો અને સભ્યોનો ટૂંકો પરિચય
કુલ ૧૬ જગ્યા માટે ૪૧ ઉમેદવારો મેદાનમાં: કાલે ચૂંટણીમાં ધીંગુ મતદાન થવાની સંભાવનાઃ બંને પેનલોના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જીતવા પરાકાષ્ઠાનો જંગઃ કાલે મોડી સાંજે ફેંસલો

રાજકોટ, તા.૧૮: પ્રમુખ વોરા સુમિત ધીરજલાલ સીનીયર ધારાશાષાી અભયભાઈ ભારદ્વાજ અને જયદેવભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૧૧માં સિવીલ, ક્રિમીનલ અને રેવન્યુ ક્ષેત્રમાં વકીલાતની શરૂઆત કરી હતી.
અગાઉ બાર એસોસિએશનમાં ત્રણ વખત કારોબારી સભ્ય, લાયબ્રેરી સેક્રેટરીના હોદ્દા હેઠળ કામગરી કરી ચૂકયા છે. હાલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યાં છે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે, ખોડલધામ લીગલ સમિતિમાં સક્રિયા ભૂમીકા નિભાવી કાનુની માર્ગદર્શન આપી રહેલ છે. અન્ય સામાજીક તથા રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. સીનીયર તથા જુનીયર ભાઈઓ બહેનોમાં લોકચાહના ધરાવતા હોવાથી વર્ષ ૨૦૨૫માં ઉપપ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, તેમજ જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી સૌરાષ્ટ્ર પ્રાંતને હાઈકોર્ટની બેંચ મળવા પ્રપોઝલ ડ્રાફ્ટ કમિટીમાં સેવા આપેલ. વકીલ ભવનના મંજુર થયેલા પ્લાનને રીવાઈઝડ કરી પાંચા માળનું અદ્યતન ભવન માટે હાઈકોર્ટ સમક્ષ સફળ રજુઆત કરી મંજુર કરાવેલ.
ઉપપ્રમુખ જાની બિમલ રશ્મિકાંત
સીનીયર ધારાશાષાી અભયભાઈ ભારદ્વાજ તથા જયદેવભાઈ શુક્લા માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૨માં વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો છે. બાર એસોસીએશનમાં સેવા આપી ચૂકયા છેઃ લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન (એલ.એસ.એફ)માં સહ-કન્વીનર અને વોઇસ ઓફ લોયર્સમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યાં છે. બ્રહ્મસમાજ અને સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.જુનીયર એડવોકેટ મિત્રો માટેના લો-કોલેજ તથા જ્યુડીશીયલ ઓફીસરની પરિક્ષાના વર્ગોમાં લેકચરર તરીકે સેવા આપી. રહ્યાં છે.
તેમના મળતાવડા સ્વભાવના કારણે વકિલ આલમમાં ખૂબજ બહોળી લોકચાહના ધરાવે છે.
સેક્રેટરી પટેલ નિલેશ ગોવિંદભાઈ
સહકારી ક્ષેત્રના સીનીયર ધારાશાષાી જે.ટી. ફળદુ સાથે સને ૨૦૦૧માં વકીલાતની શરૂઆત કરી હતી. હાલ રેવન્યુ, ફોજદારી, કન્ઝ્યુમર તેમજ સહકારી ક્ષેત્રમાં વકીલાત કરી રહેલ છે. બાર એસોશીએશનમાં જોઇન્ટ સેક્રેટરી તથા કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ છે. રેવન્યુ બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્ક, શિવસાગર ક્રેડિટ, શિવ આશિષ ક્રેડિટ, એમ્પલ , વિશાખા ક્રેડિટ, માધવ દર્શન ક્રેડિટ, વિરાટ ક્રેડિટ જેવી ઘણી સહકારી મંડળીઓમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહેલ છે. તેમજ હસમુખા અને વિનમ્ર સ્વભાવના લીધે સીનીયર તથા જુનીયર વકીલોમાં ખૂબ બહોળી લોકચાહના ધરાવે છે.
જોઇન્ટ સેક્રેટરી ગોંડલીયા જયેન્દ્ર
હસમુખરાય
સીનીયર ધારાશાષાી તુલસીદાસ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સીવીલ, આર્બીટ્રેશન, ચેરિટી, ક્રિમીનલ તેમજ રેવન્યુ ક્ષેત્રમાં વકિલાતની શરૂઆત કરેલ. જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના પી.સી. એન્ડ પી.એન્ડ ડી.ટી. એક્ટ અન્વયેની પેનલમાં રાજકોટ નાગરીક સહકારી બેંક, સ્વાગત કો-ઓપરેટીવ સોસાયટી, સદભાવ કો-ઓપરેટીવ સોસાયટી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં , વૈષ્ણવ સાધુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા હરહંમેશ સતત તત્પર હોય તેમજ ભારતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમ.એસ. એમ.ઈ.)માં જીલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહેલ હોય તેમજ લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન (એલ.એસ. એફ.)માં જોઇન્ટ સેક્રેટરી અને વોઇસ ઓફ લોયર્સમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યાં છે. તેમજ યુવા વયમાં સીનીયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવે છે.
ટ્રેઝરર માકડીયા પ્રગતિ વસંતભાઇ
વકીલ માકડીયા પ્રગતિબેન વર્ષ ૨૦૧૮થી વકીલાતની શરૂઆત કરી હતી. સાયબર ક્રાઈમના ગુન્હાઓમાં પીડીતોને ન્યાય અપાવવા વકીલ તરીકે સારી એવી સેવા આપી રહેલ છે.
હાલમાં રેવન્યુ, સીવીલ તેમજ ફોજદારી ક્ષેત્રે વકિલાતની પ્રેક્ટિસ કરી રહેલ છે. સામાજિક તથા રાજકીય સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપી રહેલ છે.
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. સીનીયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવતા હોવાથી વર્ષ ૨૦૨૫માં કારોબારી સભ્યના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી હતી.
લાયબ્રેરી સેક્રેટરી મંડ કેતન વાજસુરભાઈ
સીનીયર ધારાશાષાી આર.એમ. વારોતરીયા સાથે વકિલાતની શરૂઆત ૨૦૦૨થી કરી હતી, હાલ રેવન્યુ ક્ષેત્રે વકિલાત કરી રહેલ છે. રેવન્યુ બારમાં અને બાર એસોશીએશનમાં વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપેલ છે. વોઇસ ઓફ લોયર્સ ગ્રુપમાં જોઇન્ટ સેક્રેટરી તરીકેની ઉમદા કામગીરી કરી રહેલ છે. રાજકીય તથા સામાજિક સંસ્થાઓના વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપેલ છે. મિલનસાર સ્વભાવના કારણે ખૂબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે. સીનયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવતા હોવાથી લાયબ્રેરી સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી છે.
કારોબારી સભ્ય ડાંગર સંજય મુળુભાઇ
સીનીયર ધારાશાષાી અશોકભાઈ ઠક્કર સાથે વકીલાતના વ્યવસાયની શરૂઆત વર્ષ ૨૦૧૩માં કરી છે. ફોજદારી ક્ષેત્રમાં વકિલાતનો બહોળો અનુભવ ધરાવે છે. આહિર લીગલ સેલ જીલ્લા ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. અનેક ચકચારી કેસોમાં વકીલ તરીકે સેવાઓ આપેલ. પોતાના મળદુ અને મિલનસાર સ્વભાવના કારણે વકીલો લોકપ્રિયતા ધરાવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નોટરી પબ્લીક તરીકે પસંદગી પામેલ છે. વર્ષ ૨૦૨૫માં કારોબારી સભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી સૌરાષ્ટ્ર પ્રાંતને હાઇકોટની બેંચ મળવા પ્રપોઝલ ડ્રાફ્ટ કમીટીમાં સેવા આપેલ હતી.
કારોબારી સભ્ય મહેતા સ્તવન ગીરીશભાઇ
સીનીયર ધારાશાષાી અભયભાઈ ભારદ્વાજ તથા જયદેવભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૯માં વકિલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. સીવીલ, ક્રિમીનલ, એમ.એ.સી.પી., કન્ઝ્યુમર તથા કોર્પોરેટ પ્રેકટીસ કરી વકિલાત કરી રહ્યા છે.
એચ.ડી.એફ.સી. બેન્ક, બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કું., ગો-ડીઝીટ, અમૂલ ડેરી, ક્રાઇસ્ટ હોસ્પીટલ વિગેરે કંપનીઓ સાથે જોડાયેલ છે. એમ.એસ.સી.પી. બારમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂકયા છે. લોયર્સ ફાઉન્ડેશન (એલ.એસ.એફ.)માં જોઈન્ટ સેક્રેટરી વોઇસ ઓફ લોયર્સમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે.
કારોબારી સભ્ય પંડયા ભાર્ગવ જીતેન્દ્રભાઇ
વર્ષ ૨૦૦૮માં વકિલાતના વ્યવસાયની શરૂઆત કરેલ. છેલ્લા ૧૭વર્ષથી તેઓ રેવન્યુ ક્ષેત્રે તથા ક્રિમીનલ ક્ષેત્રમાં વકિલાત કરે છે. છેલ્લા ૧૩ વર્ષથી ધારાશાષાી અલ્પેશભાઈ વી. પોકીયા સાથે ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. ફોજદારી, નેગોશીયેબલ, મેટ્રીમોનીયલ, રેવન્યુ તથા સેશન્સ કેસોમાં પણ ટુંકા ગાળામાં સારી એવી નામના મેળવેલ છે. તાલુકા લીગલ સેવા સમિતિ - નાગરીક સહકારી બેન્ક લી., ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેન્ક લી., શ્રી હર્ષવર્ધન ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી. તથા શ્રી બાણગંગા શરાફી સહકારી મંડળી લી.માં લીગલ એડવાઇઝર તરીકેની ફરજ બજાવે છે. બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે. યુવા વયમાં સીનીયર તથા જુનીયર વકિલોને હંમેશા મદદરૂપ થવાના કારણે વકિલોમાં સારી એવી લોકચાહના ધરાવે છે.
કારોબારી સભ્ય રૈયાણી વિજય કાળુભાઇ
વર્ષ ૨૦૧૧માં સનદ મેળવ્યા બાદ એમ. જે. પટેલ તથા જયેશ જી. બોઘરા (માર્કેટીંગ યાર્ડના ચેરમેન), યોગેશ એ. ઉદાણી એડવોકેટ સાથે સને ૨૦૦૯-૧૦થી વકીલાતનો વ્યવસાય શરૂ કરી વકિલાતની શરૂઆત કરેલ. અને તેઓએ રેવન્યુ, સીવીલ તથા ક્રિમીનલ ક્ષેત્રમાં નામના મેળવેલ. અગાઉ પણ રાજકોટ બાર એસોસીએશનમાં બે વર્ષ કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ છે.
જિલ્લા ભાજપ લીગલ સેલમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનમાં પણ સાત વર્ષથી કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ છે. તાલુકા કાનુની સેવા સત્તા મંડળ તથા ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્ક લી.માં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યાં છે. તેમજ પટેલ સમાજની વિવિધ સંસ્થાઓમાં જોડાઈને સામાજિક પ્રવળત્તિઓ માટે સમાજમાં આગવી નામના ધરાવે છે.
કારોબારી સભ્ય રામાણી અશ્વિન ગોરધનભાઇ
રાજકોટના સીનીયર ધારા શાષાી ધર્મેશ યુ. વકિલ માર્ગદર્શન હેઠળ વકિલાત કરી રહેલ છે.. છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટ શહેરમાં રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રમાં છે. રાજકિય અને સામાજીક ક્ષેત્રમાં વિવિધ હોદ્દાઓ ઉપર કાર્યરત છે. રેવન્યુ ક્ષેત્રના વકીલો સાથે પારિવારીક સંબંધો ધરાવે છે. ખૂબ જ મિત્રવર્તુળ ધરાવે છે. સીનીયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવતા હોવાથી વર્ષ ૨૦૨૫માં કારોબારી સભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી છે.
કારોબારી સભ્ય સાગઠીયા હસમુખ અર્જુનભાઈ
છેલ્લા ૨૫ વર્ષથી વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓ ફોજદારી ક્ષેત્રમાં વકિલાતની આગવી ઓળખ ધરાવે છે. દલીત સમાજમાં સામાજિક પ્રવળત્તિઓ કરે છે. તેમના સમાજમાં સારી એવી નામના મેળવે છે. યુવા વયમાં સીનીયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં તેમના શાંત અને સરળ સ્વભાવના કારણે તેઓ વકિલાતના ક્ષેત્રમાં સારી એવી લોકચાહના ધરાવે છે.
કારોબારી સભ્ય સાકરીયા કલ્પેશ લવજીભાઇ
બી.એ., બી.એ. એલ.એલ.બી. તથા એલ.એલ.એમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. વર્ષ ૨૦૧૨થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ છે. તેઓ ફોજદારી, રેવન્યુ તથા ક્લેઈમ કેસના ક્ષેત્રમાં વકીલોમાં આગવી ઓળખ ધરાવે છે. તેમના કોળી સમાજમાં પણ વિવિધ પ્રકારની સામાજિક પ્રવળત્તિઓ સાથે જોડાયેલ છે. તેમના સમાજમાં સારી એવી નામના મેળવે છે. વકિલોની સમસ્યા સારી રીતે સમજીને કોર્ટ કેસમાં સમાધાન લાવવામાં કૂશળતા ધરાવે છે. તેઓ જુનીયર વકીલોમાં સારી છાપ અને ચાહના ધરાવે છે.
કારોબારી સભ્ય લુણાગરીયા નિશા
ભીમજીભાઈ
મહિલા અનામત
સીનીયર ધારાશાષાી અજય ટી. ઠકરાર અને ધારાશાષાી દેવાંગ પી. દવેના માર્ગદર્શન હેઠળ તેઓએ સને ૨૦૧૨થી વકિલાતની શરૂઆત કરી છે રેવન્યુ તથા સીવીલ પ્રેક્ટીસ, સહકારી ક્ષેત્રમાં વકિલાત કરેલ છે. કાયદાકીય કારકીર્દી દરમ્યાન પ્રતિષ્ઠીત બેન્કો અને સંસ્થાઓ નાગરીક સહકારી બેન્ક લી., ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્ક લી., મહેસાણા અર્બન કો.ઓપ. બેન્ક લી., મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (રૂડા), ડી.એસ. ઇન્ટીગ્રેટેડ ફિન્સેટ પ્રા.લી., જી.એસ.ડી. ટ્રેડીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વિસીસ પ્રા.લી. સાથે પેનલ એડવોકેટ તરીકે જોડાયેલ છે. એ.વી.પી.ટી.આઈ. અને ગવર્નમેન્ટ પોલીટેકનીક રાજકોટ ખાતેની વિદ્યાર્થીનીઓ માટે કાયદાકીય સલાહકાર તરીકે સેવાઓ આપી રહ્યાં છે. રેવન્યુ બાર એસોસીએશનના સભ્ય છે. તેમનો શાંત, નિર્મળ, નિડર સ્વભાવના કારણે યુવા વયમાં સીનીયર તથા જુનીયર ભાઈઓ.
કારોબારી સભ્ય સોનપાલ (જોષી) મીનલ આશીતભાઇ
વર્ષ ૧૯૯૪થી વકિલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો છે. હાલ રેવન્યુ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. તેઓ રાજકીય તથા સામાજિક સંસ્થાઓના વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપેલ છે. મિલનસાર સ્વભાવના કારણે ખૂબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેમજ યુવા વયમાં સીનયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવે છે.
કારોબારી સભ્ય ઉપાધ્યાય રક્ષાબેન ગીરીશભાઇ
સીનીયર ધારાશાષાી જે. જે. ત્રીવેદી સાથે વર્ષ ૧૯૯૪થી વકિલાતના વ્યવસાયમાં કાર્યરત છે, મોટર એક્સિડન્ટ ક્લેઇમ અન્વયેની અકસ્માત વળતર અને મજુર કાયદા અંગેના બહોળી અનુભવ ધરાવે છે. બ્રહ્મસમાજની સેવાકિય પ્રવળત્તીઓ સાથે જોડાઈ સમાજ અને મહિલાઓને કાયદાકીય મદદરૂ૫ થઇ સારી નામના ધરાવે છે વર્ષ ૨૦૨૫માં મહિલા અનામત-કારોબારી સભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી હતી.
આવતી કાલે ચૂંટણી યોજાયેલ છે, ત્યારે બંને પેનલના ઉમેદવારો વચ્ચે રસાકસી જામી છે. અને મોડી સાંજે જાહેર થનાર પરિણામ પ્રત્યે વકીલોમાં પરિણામ જાણવાની ઉતેજના વધી ગઈ છે.
(2:46 PM IST)










