તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
સીંગતેલમાં બે દિ'માં ૩૫ રૂા.નો ઉછાળો
ગઇકાલે ર૦ રૂા. વધ્યા બાદ આજે ફરી ૧પ રૂા.નો ભાવવધારો : સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૦પ રૂા.

રાજકોટ, તા., ૧૭ : સીંગતેલમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. આજે વધુ ૧પ રૂપીયાનો ઉછાળો થતા બે દિવસમાં સીંગતેલ ડબ્બે ૩પ રૂપીયાનો ભાવવધારો થયો છે.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં બેસ્ટ કવોલીટીની મગફળીની અછતના કારણે સ્થાનીક બજારમાં આજે સીંગતેલમાં વધુ ૧પ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે સીંગતેલ લુઝ ૧પરપ રૂા. હતા તે વધીને આજે ૧પ૪૦ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રપ૪૦ થી રપ૯૦ રૂા. હતા તે વધીને રપપપ થી ર૬૦પ રૂપીયા થયા છે. ગઇકાલે સીંગતેલમાં ર૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ૧પ રૂપીયાનો ઉછાળો થયો છે.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકો છતાં સારી મગફળીના અછતના બહાને સટોડીયાઓએ ભાવમાં છાપાછાપી શરૂ કરી હોવાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.
(3:40 PM IST)










