<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

રવિવારે વહાલુડીના વિવાહ : હસ્‍તમેળાપ વખતે રાષ્‍ટ્ર ધ્‍વજ લહેરાશે

માતા-પિતા કે પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૫ દીકરીઓ પ્રભુતામાં પગલા પડશે આદ્રોજા, કાલરીયા અને મહેતા પરિવારની પુત્રવધુઓ મુખ્ય યજમાન પદે: મંત્રોચ્ચાર, લગ્નગીતો, ઢોલ-સરણાઇ અને આતશબાજીથી વાતાવરણમાં દિવ્યતા સર્જાશે: કરિયાવરમાં દીકરીઓને ૨૫૦થી વધુ વસ્તુઓ અને ૫૧ હજાર ભેટમાં આપશેઃ રાષ્ટ્રવંદના સાથે દેશભક્તિનો અદ્ભુત માહોલ જાવા મળશે

રાજકોટ : ‘‘દીકરાનું ઘર''વૃધ્‍ધાશ્રમ દ્વારા ‘‘વહાલુડીના વિવાહ'' આગામી તારીખ ૨૧ ડીસેમ્‍બરને રવિવારના રોજ બપોરે ૩ કલાકથી રાત્રીના ૧૧ સુધી સતત આઠમા વર્ષે ભવ્‍ય, દિવ્‍ય, અલોકિક વાતાવણ અને ઢોલ- શરણાઇની ગુંજ વચ્‍ચે માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૫ દીકરીઓ શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સમાજ શ્રેષ્‍ઠીઓની હાજરીમાં પ્રભુતા પગલા પડશે.

 વહાલુડીના વિવાહમાં ઉદ્યોગપતિ-દાતા એન્‍જલ પંપના સંચાલક શિવલાલભાઇ આદ્રોજા પરિવારની પુત્રવધુ વર્ષાબેન કિરીટભાઇ આદ્રોજા, આ ઉપરાંત પાટીદાર સમાજના મોભી અગ્રણી ઉદ્યોગપતિ - દાતા સનફોર્જના સંચાલક નાથાભાઇ કાલરીયાની પુત્રવધુ નિપાબેન રાજેશભાઇ કાલરીયા તેમજ શહેરના જાણીતા વેપારી, યુવા ઉદ્યોગપતિ , મોઢવણીક સમાજના સ્‍વ. પ્રાણલાલભાઇ મહેતા પરિવારની પુત્રવધુ કોષાબેન સુનીલભાઇમહેતાના મુખ્‍ય યજમાનપદે યોજનાર આ શાહીલગ્નત્‍સવમાં અનેક નામી- અનામી દાતાઓએ દાનની સરવાણી વહાવી આવી દીકરીઓને પોતાના સાંસારિક જીવનમાં સુખી થવા માટેના આશીર્વાદ પાઠવ્‍યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

વહાલુડીના વિવાહ -૮ માં દીકરીઓનું અનેક દાતાઓએ કન્‍યાદાન કરવાના છે. ચાલુ સાલની વિશેષતા જોઇએ તો લંડન, દુબઇ, મુંબઇ, નાસિક, બેગ્‍લોર સહિત અનેક સ્‍થળોએથી મહેમાનો કન્‍યાદાન કરવાના છે.

આ લગ્નોત્‍સવમાં પરંપરાગત વેશભૂષા સાથે ભૂદેવો મંત્રોચાર કરી વાતાવરણમાં દિવ્‍યતા ઉભી કરશે. શહેરના નામી કલાકારો લગ્નગીતોની રમઝટ કરાવશે, હસ્‍તમેળાપના સમયે ઉપસ્‍થિતમાં રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવશે અને વાતાવરણમાં દેશભક્‍તિનો માહોલ ઉભોકરશે. પ્રત્‍યેક દીકરીઓને એક ઘરમાં જેટલી જરૂરીયાત હોય તેટલો સમૃદ્ધ  કરિયાવાર આપશે આ ઉપરાંત દરેક દીકરીઓને ૫૧,૦૦૦ ની ફિક્‍સ ડીપોઝીટ પણ આપશે અને આ કરીયાવર લગ્નસ્‍થળે ડિસ્‍પલે પણ કરાશે.

સમગ્ર પ્રસંગમાં આકર્ષક સ્‍ટેજ, લગ્નગીતો તેમજ ભુદેવો માટેનું અલગ સ્‍ટેજ, આમંત્રિતો માટે અલગ બેઠક વ્‍યવસ્‍થા, કાઠીયાવાડી કસુંબો, લગ્નસ્‍થળે સેલ્‍ફી પોઇન્‍ટ, ભવ્‍ય સુશોભીત અને કલાત્‍મક એન્‍ટ્રી, દરેક દીકરીઓના અલગ અલગ મંડપ, કન્‍યાદાન સમયે ભવ્‍ય આતશભાજી,અને દીકરીઓને કરૂણ મંગલ વિદાય સમયે લાગ્‍ણીસભર દ્રશ્‍યોએ સમગ્ર લગ્નત્‍સવમાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહે છે.

વાહલુડીના વિવાહમાં તારીખ ૧૮ના રોજ દીકરી ઓને મહેંદી મુકવાની વ્‍યવસ્‍થા, લગ્નસ્‍થળે બ્‍યુટીપાર્લરની વ્‍યવસ્‍થા, બહારગામની દિકરીઓ માટે હોટલની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેલ છે. લગ્નની પૂર્વ સંધ્‍યાએ યજમાન પરિવાર કિરીટભાઇ આદ્રોજા, રાજેશભાઇ કાલરીયા, તેમજ સુનીલભાઇ મહેતા દ્વારા દરેક દીકરીઓની વિશેષરૂપે આવકારી પરિવારજનોની ઉપસ્‍થિતિમાં ભેટ સોગાદ, ફૂલેકું તેમજ વિશેષ કાર્યક્રમોની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેદ છે.

‘‘દીકરાનું ઘર'' પરિવારના સ્‍થાપક મુકેશભાઇ દોશી, મોૈલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ સતાણી, પ્રતાપભાઇ પટેલ, ડો. નીદતભાઇ બારોટ, અનુપમભાઇ દોશી, કિરીટભાઇ આદ્રોજા, સુનિલભાઇ વોરા, નલીનભાઇ તન્ના સહિતની ટીમ દ્વારા કાર્યક્રમોમાં કોઇ અનિચ્‍છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગ રૂપે ઇમરન્‍જસી મેડીકલ સુવીધા, તબીબોની   ટીમ , એમ્‍બ્‍યુલન્‍સ,  તેમજ ફાયર સહિતની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવેલ છે અને સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન પૂરું પાડી રહેલ છે. છેલ્‍લા ૪ વર્ષના મુખ્‍ય યજમાનો ભાવેશભાઈ તળાવીયા, ધીરૂભાઈ રોકડ, મનસુખભાઈ પાણ, સંજયભાઈ ધમસાણીયા સહિતના મહાનુભાવો પણ વિશેષ માર્ગદર્શન આપી રહેલ છે.

સમગ્ર આયોજન ભવ્‍ય અને દિવ્‍ય બની રહે તે માટે સંસ્‍થાના વસંતભાઈ ગાદેશા, હસુભાઈ રાચ્‍છ, વિમલભાઈ ખુંટ, હરેશભાઈ પરસાણા, ડો. મયંક ઠક્કર, ગૌરાંગ ઠક્કર, રાકેશભાઈ ભાલાળા, પ્રવીણભાઈ હાપલીયા, કિરીટભાઈ  પટેલ, હરીશભાઈ લાખાણી, અશ્વિનભાઈ પટેલ, દીપકભાઈ જલુ, પ્રજ્ઞેશ પટેલ, ઉપેનભાઈ મોદી, ધર્મેશ જીવાણી, હરદેવસિંહ જાડેજા, હરેનભાઈ મહેતા, ઘનશ્‍યામભાઈ રાચ્‍છ, દોલતભાઈ ગાદેશા, ડો. શૈલેષ જાની, રાજદીપસિંહ જાડેજા, સંજયભાઈ દવે, વિરાભાઈ હુંબલ, અશ્વિનભાઈ આદ્રોજા, જયેશભાઈ સોરઠીયા, હરીશભાઈ હરિયાણી, યશવંતભાઈ જોષી, અજયભાઈ પટેલ સહિતના કોર ટીમના સભ્‍યો માર્ગદર્શન પુરૂ પાડી રહેલ છે.

સમગ્ર આયોજનમાં પ્રારંભ થી અંત સુધી ડો. ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી, ડો. ગીતાબેન વોરા, મૌશમીબેન કલ્‍યાણી, વર્ષાબેન આસોદરીયા, વર્ષાબેન પોપટ, કિરણબેન વડગામા, ગીતાબેન એ. પટેલ, રાધીબેન જીવાણી, રૂપાબેન વોરા, કલ્‍પનાબેન દોશી, કાશ્‍મીરાબેન દોશી, પ્રીતિ વોરા, પ્રીતિ તન્ના, ગીતાબેન કે. પટેલ, શિલ્‍પાબેન સુરાણી, આશાબેન હરિયાણી, અલ્‍કાબેન પારેખ, ગાર્ગીબેન ઠક્કર, ચેતનાબેન પટેલ, નિશાબેન મારૂ, હિરલબેન જાની, સુરભીબેન આચાર્ય, રંજનબેન આદ્રોજા, તૃપ્તિબેન આદ્રોજા, સંધ્‍યાબેન મોદી, તૃપ્તિબેન પરસાણા, ચેતનાબેન રાચ્‍છ ઉપરાંત પરિમલભાઈ જોષી, જયેન્‍દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, જીતુભાઈ ગાંધી, જીજ્ઞેશ પુરોહિત, પંકજ રૂપારેલીયા, રમેશભાઈ શીશાંગીયા, વિપુલભાઈ ભટ્ટ, નૈષધભાઈ વોરા, દક્ષીણભાઈ જોષી, મિહિર ગોંડલીયા, વિમલભાઈ પાણખણીયા, રાજુભાઈ વસંત, ધીરજભાઈ ટીલાળા, અતુલભાઈ વોરા, હેમિલ પરમાર સહિતના ૨૦૦ કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.

(3:59 PM IST)