તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
ફેબ્રુઆરીમાં મા-બાપ વિહોણી પાંચ દિકરીઓના સમુહલગ્ન : ખીમસુરીયા પરિવારનો સહયોગ
સર્વ સમાજ સેવા લગ્ન સમિતિ દ્વારા આયોજન : નામ નોંધણી ચાલુ

રાજકોટ : શ્રીમતી તેજલબેન ધનજીભાઇ ખીમસુરીયાના મુખ્ય સહયોગથી સ્વ. મંજુલાબેન ડી. ખીમસુરીયા અને સ્વ. ચંદ્રેશકુમાર ડી. ખીમસુરીયાના સ્મરણાર્થે સર્વ સમાજ સેવા લગ્ન સમિતિ દ્વારા માતા- પિતા વિહોણી અથ વા પિતા વિહોણી અત્યંત ગરીબ પાંચ કન્યાઓના લગ્નનું આયોજન તા. ૧૭-૦ર-ર૦ર૬ મંગળવારના રોજ ગામ ધ્રાંગડાના પાટીયા પાસે, તા. ધ્રોલ, જી. જામનગર, ગૌશાળા મુકામે આયોજન કરેલ છે.
આ સમુહલગ્નમાં કન્યાઓની કોઇપણ જાતની ફી લેવામાં આવશે નહીં તથા દિકરીઓને કરિયાવરમાં સેટી પલંગ, ગાદલા સહિતની વસ્તુઓ આપવામાં આવશે.
નામ નોંધાવવા તેમજ વધુ માહિતી માટે મળો : તેજલ ડી. ખીમસુરીયા - મો. ૯૯ર૪૯૬ર૬૪ર, ખીમસુરીયા ધનજીભાઇ સોમાભાઇ - મો. ૯૮૯૮૧૭૩ર૭૧, રવજીભાઇ રાઠોડ - મો. ૯૯૭૮૮૧૮૩૩૯, કે. કે. ચુડાસમા - મો. ૯૬ર૪૦૭ર૯૩૪, લલિત ડાંગર - મો. ૯૯૭૪૯૦૮૪૧૬, જેન્તીભાઇ પરમાર - મો. ૯૭રપ૬પર૬૩૦ (વાળાધરી), નારણભાઇ ભલાભાઇ ખીમસુરીયા (મોટા મહિકા), હંસાબેન ભીખાભાઇ પરમારનો સંપર્ક કરવા યાદિમાં જણાવાયું છે. (તસવીર : અભિજીત બગથરીયા)
(2:08 PM IST)










