<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

મવડીના ઓમનગરમાં ૨૬ વર્ષિય રવીણાબેનનું બેભાન હાલતમાં મોત

દ્વારકાના સોનારડી ગામે માવતર ધરાવતી પરિણીતાના ચાર વર્ષ પહેલા લગ્ન થયા'તા

રાજકોટ તા. ૧૬: મવડી ઓમનગરમાં રહેતી રવીણાબેન દિપકભાઇ દાણીધારીયા (ઉ.વ.૨૬) નામની પરિણીતા ઘરે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.બનાવની જાણ સિવિલ હોીસ્‍પટલ ચોકીના હેડકોન્‍સ. ચિત્રકેતુસિંહ ઝાલાએ જાણ કરતાં તાલકુા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એસ. પી. ચોૈહાણ સહિતે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામતનાર રવીણાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. માવતર દ્વારકાના સોનારડી ગામે રહે છે અને પતિ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ શરદી, ટીબીની અસર સહિતની બિમારી હતી. પોલીસે મૃત્‍યુનું કારણ જાણવા વિશેષ તપાસ યથાવત રાખી હતી.

(2:13 PM IST)