તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th December 2025
યુવરાજનગરના દુધાભાઇએ પત્નિ રિસામણેથી ન આવતાં ઝેર પીધું

રાજકોટ તા. ૧૩: આજીડેમ ચોકડી નજીક યુવરાજનગર-૧૭માં રહેતાં દુધાભાઇ દેવશીભાઇ મોતરાદી (ઉ.વ.૨૫) નામના યુવાને કુવાડવા રોડ પર શિવધારા સોસાયટીમાં પોતાના સસરાના ઘર પાસે ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાયો છે.
દુધાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો છે અને તેના એક વર્ષ પહેલા લગ્ન થયા છે. પંદરેક દિવસથી તેની પત્નિ રિસામણે હોઇ તે તેડવા જતાં નહિ આવતાં માઠુ લાગી જવાથી આ પગલુ ભર્યુ હતું. દુધાભાઇ કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે.
(3:09 PM IST)










