<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ક્ષત્રિય ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા મંગળવારે જવાનોનું સન્‍માન કરી ‘વિજય દિવસ' ઉજવાશે

 

રાજકોટ તા. ૧૩ : ક્ષત્રિય (ગિરાસદાર) રાજપૂત સમાજ દ્વારા ૧૬ ડિસેમ્‍બરના મંગળવારે વિજય દિવસની ઉજવણીરૂપે જવાનોનો સન્‍માન સમારોહ યોજવામાં આવેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે તા. ૧૬ ના મંગળવારે બપોરે ર.૩૦ વાગ્‍યે હેમુ ગઢવી  હોલ ખાતે યોજાયેલ આ સમારોહમાં ક્ષત્રિય (ગિરાસદાર) રાજપૂત સમાજના નિવૃત્ત જવાનો તેમજ હાલ ફરજ બજાવતા હોય તેવા જવાનું સન્‍માન કરાશે. આ તકે આર્મીમાં જવા ઇચ્‍છતા સમાજના યુવાનોને માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવશે.

કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બીએસએફના રીટાયર્ડ રાજસિંહ રાઠોડ, અર્મી રીટાયર્ડ બ્રીગેડીયર નિર્મળસિંહજી રાયજાદા, એમબીએ-પીએચડી ડો. કલ્‍યાણસિંહજી ચંપાવત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ જે. વાઘેલા ઉપસ્‍થિત રહેશે. વિજય દિવસ અને સન્‍માન સમારોહમાં સર્વે ક્ષત્રિય (ગિરાસદાર) રાજપૂત સમાજને ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા જયેન્‍દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (બળુભા એકસ. બીએસએફ), પૃથ્‍વીરાજસિંહ બાબુભા રાણા (સદાદ), સુરપાલસિં કિરીટસિંહ પરમાર (સેખપર), જયદિપસ્‍ંિહ રાણા (કોંઢ), જયદિપસિંહ નટુભા ગોહિલ (માંડવા), શક્‍તિસિંહ રણજીતસિંહ વાઘેલા (ભાડેર), જયપાલસિંહ રામસિંહ જાડેજા (દહીસરા), મહિપાલસિંહ મંગલસિંહ જાડેજા (દહીંસરા), મનુભા ઉમેદસિંહ રાઠોડ (પાનવા), સુબેદાર વાળા ધર્મેન્‍દ્રસિંહ ખુમાનસિંહ (ચરેલીયા) , હવાલદાર જાડેજા કરભા જીલુભા (ખાખડા બેલા), કિરીટસિંહ બચુભા જાડેજા (હમીરપુર), જગતસિંહ દાનુભા જાડેજા (એકસ આર્મી), દીવ્‍યરાજસિંહ મહીપતસિંહ જેઠવા (વાછોળા એકસ આર્મી), છોટુભા બળવંતસિંહ જાડેજા (એકસ આર્મી), પરાક્રમસિંહ પ્રવિણસિંહ જાડેજા (કુંતાશી), જન્‍મજયસિંહ જાડેજા (પીપરટોળા), જયપાલસિંહ જાડેજા (તલવાના), ગોહિલ નરેન્‍દ્રસિંહ અજીતસિંહ (એકસ બીએસએફ બળેલી), ગોહિલ સંજયસિંહ પ્રવીણસિંહ (આર્મી બજુળ), ગોહિલ હરદેવસિંહ લખુભા (આર્મી બજુળ), હવાલદાર જગતસિંહ દાનુભા જાડેજા, યોગેન્‍દ્રસિંહ મહિપતસિંહ જેઠવા (એકસ આર્મી મોરાણા), માલદેવસિંહ ડી. વાઘેલા (બંધીયા) જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પૃથ્‍વીસિંહ ગજેન્‍દ્રસિંહ જેઠવા, ક્રિપાલસિંહ બાબુભા રાણા, સુબેદાર વાળા ધર્મેન્‍દ્રસિંહ ખુમાનસિંહ, હવાલદાર જાડેજા કરણભાઇ જીલુભા, જગતસિંહ દાનુભા જાડેજા, માલદેવસિંહ ડી. વાઘેલા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:08 PM IST)