તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
રાજકોટમાં સ્વામી વિવેકાનંદના ગુરૂમાતા શ્રીમા શારદાદેવીની ૧૭૩મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી

૧૧ ડિસેમ્બરના રોજ ભગવાન શ્રીકૃષ્ણદેવના ધર્મપત્નિ તેમજ સ્વામી વિવેકાનંદના ગુરૂમાતા શ્રીમા શારદાદેવીની ૧૭૩મી જન્મતિથિની સમસ્ત રામકૃષ્ણ સંઘના કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવી. રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે પણ આ મહોત્સવની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી. આશ્રમમાં સોૈપ્રથમ સવારે મંગલ આરતી બાદ વૈદિક પાઠ અનેસ્ત્રોત પાઠ કરવામાં આવ્યા. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીની વિશેષ ષોડશોપચાર પૂજા કરવામાં આવી અને પછી હોમ કરવામાં આવ્યો. ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી. આ નિમિત્તે આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘મા શારદાદેવીનું જીવન અને સંદેશ' વિષય પર પ્રવચન આપ્યું. આ પવિત્ર દિવસે બપોરે લગભગ ૧૮૦૦ જેટલાં ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. આ બધા જ કાર્યક્રમોમાં ભક્તોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધોે.
(2:26 PM IST)










