તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
નવા રાજકોટની પાણી સમસ્યા ભુતકાળ બનશેઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમીટી બેઠકઃ ર૪ દરખાસ્તો : કણકોટ રોડ પર ન્યારી ડેમ-૧ આધારિત ૧પ૦ એમએલડી કેપેસીટીનો પ્લાન્ટનો ૧૪૩.૦૭ કરોડનો ખર્ચે કરવા કાર્યવાહીઃ વિવિધ સ્થળોએ હોર્ડીૅગ બોર્ડ, કિયોસ્કગેન્ટ્રી બોર્ડ પર જાહેરાતના હકક આપવા, કાર્યક્રમોના આયોજન માટે સરકારની ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને એમ્પનલ કરવા સહિતના વિવિધ વિકાસ કામો અંગે નિર્ણય કરાશે

રાજકોટ, તા. ૧૦: મનપામાં નવા ભળેલા તથા ભવિષ્યમાં નવા ભળનાર વિસ્તારને જરૂરી ફિલ્ટર થયેલ પાણી મળે રહે તે હેતુથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કણકોટ રોડ પર ૧૪૩.૦૭ કરોડના ખર્ચે બનાવવાનું વિવિધ સ્થળોએ હોડીંગ બોર્ડ, સ્પલન બોર્ડ ના જાહેરાતના હકક આપવા તથા કાર્યક્રમોના આયોજન માટે સરકારની મેનેજમેન્ટ કંપનીને સેપ્લન કરવા સહિતની ર૪ દસ્ખાસ્તો અંગે આવતી કાલે મળનાર સ્ટેન્ડિગ કમિટી બેઠકમાં નિર્ણય થશે.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટી બેઠક આવતી કાલે તા. ૧૧ ના ગુરૂવારના બપોરે ૧ર કલાકે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ નામે આવેલ કોન્ફરન્સ રૂમ ખાતે યોજાશે. જેમાં વિવિધ વિકાસકામોની ર૪ દરખાસ્તો અંગે નિર્ણય થશે.
રાજકોટ નવા ભળેલા તથા ભવિષ્યમાં નવા ભળનાર વિસ્તારને જરૂરી ફિલ્ટર થયેલ પાણી મળે રહે તે હેતુથી કણકોટ રોડ પર આવેલ ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ પાસે વોર્ડ નં.-૧૧, ડ્રાફટ ટી.પી.સ્કીમ નં.-૩૪(મવડી) નાં ફાઇનલ પ્લોટ નંબર ૮૦/૨ તથા ૮૦/૩ ની કુલ ૫૪,૫૫૮ ચો.મી. જમીન પર ન્યારી ડેમ આધારીત સૌરાષ્ટ્ર ખાતેનો સૌથી મોટો ૧૫૦ MLD કેપેસીટીનો વોટર ટ્રીટમેન્ટ બનાવવાની કામગીરી માટે રૂ ૧૧૭,૨૪,૪૨,૮૭૨ ૧૮ ટકા કેપિટલ રકમ પર જીએસટી સાથે કુલ રૂા. ૧૩૬.૭૦ કરોડ નું અંદાજપત્ર મંજુર કરવામાં આવેલ છે. આ કામે મહત્વના ભાગો જેવા કે WTP ના તમામ સ્ટ્રક્ચર યુનિટ, અંદાજીત ૬૫.૦૦ એમ.એલ. કેપેસીટીનો જી.એસ.આર., ૩ એમ.એલ. કેપેસીટીનો ESR, પમ્પીંગ સ્ટેશન તથા તેને લગત ઇલેક્ટ્રિકલ - મિકેનિકલ કામ કમ્પાઉન્ડ વોલ, ન્યારી ડેમથી આવતી ૧૪૦૦ મી.મી. ડાયાની અંદાજે ૫.૯૦ કી.મી. વોટર પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, ઓફીસ બિલ્ડીંગ અને એરિયા ડેવલપિંગ સાથે તેનાં ૫ (પાંચ) વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથેનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. ૧ છે. આ કામે જીએસટી સિવાયની રકમ રૂા. ૧૧૭,૨૪,૪૨,૮૭૨ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. જેમા ર એજન્સીઓએ રસ દાખવ્યો હતો. જેમાં એલ-૧ એજન્સીએ ૪.૬૬ ટકા વધુ ઓન સાથે ભાવ આપ્યા છે.
વિવિધ-૬ અધિકારી કર્મચારીઓના પગાર વધશે
રાજકોટઃ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓમાં જુદા-જુદા સંવર્ગોની જગ્યાઓ કાયમી સ્ટાફ સેટઅપમાં ઉપસ્થિત કરવામાં આવેલ છે. જગ્યાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સમયાંતરે પગારસુધારણા કરવા માંગણીઓ કરવામાં આવેલ, વંચાણે-૧૦ નાં હુકમથી પગારસુધારણા કમિટીની રચના કરવામાં આવેલ છે જેમાં જુદા-જુદા સંવર્ગોની પગાર સુધારણા અંગેની માંગણી પૈકી વંચાણે-૧૧ અને ૧૨ ની કાર્યવાહી નોંધથી કુલ-૦૯ સંવર્ગોનાં પગારમાં સુધારો કરવાનું ગ્રાહ્ય રાખવા અભિપ્રાય આપેલ છે. જેમાં ચીફ ફાયર ઓફિસર, ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ, ડે.પ્યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર, સુપ્રિન્ટેન્ડન્ટ (જન્મ-મરણ) સફાઇ સુપરવાઇઝર આ તમામને પગાર વધારો મળશે. જેમાં શરત મુજબ ક્રમ-૦૩ થી ૦૯ ની જગ્યા પર હાલ ફરજ બજાવતા કર્મચારીઓને સુધારા મુજબનું પગારધોરણ વહીવટી મંજુરી મળ્યા બાદ પગાર સુધારા બાબતનો હુકમ થયા તારીખથી મળવાપાત્ર થશે આવા કર્મચારીઓએ હાલ સુધી બજાવેલ ફરજોનું જુના પગારધોરણનું કોઈ એરિયર્સ/નોશનલ અસરથી માંગણી કરશે નહી તેવી નોટરાઈઝડ બાહેંધરી કર્મચારી પાસેથી દિવસ-૧૦ માં મેળવવાની રહેશે ત્યારબાદ પગારધોરણનો લાભઆપવાની કાર્યવાહી કરવાની રહેશે તેમજ નવા પગારધોરણમાં આવ્યા તારીખથી ઉચ્ચતર પગારધોરણનો લાભનિયમાનુસાર ભવિષ્યમાં મળવાપાત્ર થશે.
મનપાના કાર્યક્રમોનું ઇવેન્ટ મેનેજમેન્ટને સોંપવા
રાજકોટ : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા રાજયભરમાં શહેરી વિકાસ વર્ષના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલુ વર્ષ શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા ઉક્ત સંદર્ભ(૧)ના પત્રથી સરકારએ એમ્પેનલ કરાયેલ એજન્સીઓ પાસે કામગીરી કરવા જણાવેલ છે.
ઉપરોક્ત વિગતોએ, આ પ્રકારના કાર્યક્રમો માટે રેઇટ કોન્ટ્રાક્ટ કરેલ કામો તેમજ રેઇટ કોન્ટ્રાક્ટ ન કરેલ કામો જેવા કે, મંડપ, લાઈટ, સાઉન્ડ, કઊઉ, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ડ્રોન, બેનર, પત્રિકા, અન્ય પ્રિન્ટિંગ, પ્રચાર-પ્રસાર, દૈનિક વર્તમાન પત્રો અને રેડિયો જાહેરાત, શિલ્ડ, મોમેન્ટો, એન્કર, સાંસ્કળતિક કાર્યક્રમો, અલ્પાહાર, ભોજનની વ્યવસ્થા, બસ/વાહનની વ્યવસ્થા વગેરે જેવી કોઈપણ કામગીરી માટે ઈજારા આપેલી કામગીરી જે તે ઈજારા મુજબ અને જરૂરીયાત મુજબ ઈજારા બહારની કામગીરી કે ઈજારાની મુદ્દત થયેલ કામગીરી લગત ઈજારા મુજબ કરાવવા અને આ કાર્યક્રમોના ખર્ચ જેટલી નાણાંકીય મર્યાદામાં વધારો કરી આપવા તેમજ આનુસાંગિક થનાર તમામ ખર્ચ, ખરીદી માટે એડવાન્સ ખર્ચ મંજુર થવા તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા સરકારના ઈંગઉઊડઝબ એ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરેલ એજન્સીને એમ્પેનલ કરવા જણાવેલ હોઇ, સરકારના એ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરેલ એજન્સીઓને રાજકોટ મહાનગરપાલિકામાં એમ્પેનલ કરવા તથા ભવિષ્યમાં સરકારના દ્વારા એમ્પેનલ કરવામાં આવનાર એજન્સીઓને એમ્પેનલ કરવા અને આ તમામ કામે કમિશનર, રાજકોટ મહાનગરપાલિકાને અધિકળત કરવા અંગેની આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી જરૂૂરી ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે.
હોડિર્ંસ બોર્ડની મુદત પાંચ વર્ષની કરાઇ
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ર્હોડિર્ંંગ્સ, કિયોસ્ક અને ગેન્ટ્રી બોર્ડ માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે જેમાં હવે સુધારો કરી દરેક રોડ ઉપર અપાતા કોન્ટ્રાક્ટમાં બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વખત ૩૫ સાઇટો માટે નવ એજન્સીને ૫ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગો મુજબ યાજ્ઞીક રોડ, માલવીયા ચોક, સરદાર નગર મેઇન રોડ, રેસકોર્ષ રીંગ રોડ, જવાહર રોડ, કિસાન પરા ચોક, કાલાવડ રોડ, હોસ્પિટલ ચોક તેમજ ગોંડલ રોડ, કસ્તુરબા રોડ, એરપોર્ટ રોડ, મવડી મેઇન રોડ, શીતલ પાર્ક રોડ, મોચીનગર મેઇન રોડ, ભક્તિનગર સ્ટેશન રોડ સહિતના સ્થળો ઉપર અલગ અલગ સાત એજન્સીઓને પાંચ વર્ષ માટે ર્હોડિંગ, કિયોસ્ક અને ગેન્ટ્રી બોર્ડ માટે કામ આપવામાં આવશે. જેમાં સૌથી ઉંચાભાવ કસ્તુરબા રોડ, બહુમાળી ભવન પાસે, રૂા. ૧૮.૧૧ લાખ વાર્ષિક આવ્યા છે. સૌથી ઓછા ભાવ શીતલપાર્ક મેઇન રોડ પરના રૂા. ૧.૩૩ લાખ આવ્યા છે. (૭.૩૪)
કઇ કઇ દરખાસ્તોનો લેવાશે નિર્ણય
રાજકોટ : આવતીકાલ મળનાર સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં શહેરના હાલના વોર્ડ નં.(૦૫) જુના વોર્ડ નં.(૦૭)માં રણછોડનગર શેરી નં.૧૦માં આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના માધ્યમિક શાળાનું મકાન શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને લીઝ ઉપર આપવા, કણકોટ રોડ પર ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ પાસે ન્યારી ડેમ-૧ આધારીત ૧૫૦ MLD કેપેસીટીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું તથા પાઈપ લાઈન નાખવાના કામ, રાજકોટ મહાનગરપાલિકાની માલ મિલકતનાં રક્ષણ માટે સિકયુરિટી ગાર્ડસ પુરા પાડવા માટે એજન્સી નિમવા દ્વિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા, રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓના પગારધોરણમાં સુધારો કરવા, શહેરના જુદા-જુદા સ્થળોએ હોર્ડીંગ બોર્ડ/કિયોસ્ક બોર્ડ/ગેન્ટ્રી બોર્ડ પર જાહેરાત -સિધ્ધ કરવાના હક્કો આપવા,. શહેરના વોર્ડ નં.૦૪માં નાકરાવાડી લેન્ડફીલ સાઈટ ખાતે પાછળની સાઈડ કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ, શહેરના વોર્ડ નં.૦૪માં નાકરાવાડી ખાતે ડમ્પીંગ સાઈટની પાછળના ભાગે રીટેઇનીંગ વોલ બનાવવાના કામ, શહેરના વોર્ડ નં.૦૫માં આવેલ શાળા નં.૯૭ માં ચોકીદાર રૂમ, કેમ્પસમાં બ્લોક તથા કમ્પાઉન્ડ દીવાલ ઉંચી ઉપાડવાના કામ,શહેરના વોર્ડ નં.૦૪માં ભગવતીપરા રોડ તથા નવા મોરબી રોડ પર વેલનાથપરા બ્રીજથી બેડી ચોક સુધી સેન્ટ્રલ ડીવાઈડર સ્ટોન ફીટ કરવાના, શહેરના વોર્ડ નં.૦૪માં શિવમ અર્જુન મેઈન રોડ પર પાઈપગટર નાખવાના કામ, શહેરના વોર્ડ નં.૦૪માં આવેલ સ્કુલ નં.૪૬, ૭૭, ૧૦૦માં રૂફ શેડ તથા અન્ય રીપેરીંગ કામ,શહેરના વોર્ડ નં.૦૬માં સંતકબીર રોડ, ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોકથી પારેવડી ચોક સુધી, દૂધસાગર રોડ પર નેશનલ હાઇવેથી ચુનારાવાડ ચોક થઇ આજી નદી સુધી અને નેશનલ હાઇવેથી અમરનગર ઢાળીયા સુધી ૧૨ મી. ટીપી રોડ પર સાઈડના પડખામાં જુના પેવીંગ બ્લોક કાઢી રીફીટીંગ તથા નવા પેવિંગ બ્લોક નાખવાના કામ, શહેરના વોર્ડ નં.૧૬માં ૮૦ ફૂટ રોડ પટેલનગરથી નદી સુધી ૪૫૦ મી.મી. ડાયા.ની સ્ટોર્મ વોટર લાઈન નાખવા, શહેરના વોર્ડ નં.૦૬માં જુદી જુદી જગ્યાએ પેવિંગ બ્લોક નાખવાના કામ, ગાંધીનગર ખાતે યોજાયેલ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ અન્વયે થયેલ ખર્ચ મંજુર કરવા, શહેરના અલગ-અલગ રસ્તા ઉપર આવેલ જુના હયાત સેન્ટર લાઇટીંગમાં ૦૫ વર્ષના કોમ્-ીહેન્સીવ ઓપરેશન અને મેઇન્ટેનન્સ સાથે સિસ્ટમ સુધારણા તથા નવીનીકરણની કામગીરી કરવા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો/-સંગો સમયે (૧) લાઈટીંગ/જનરેટર સેટ (૨) સાઉન્ડ સિસ્ટમની હંગામી વ્યવસ્થા કરવા અંગે દ્વિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા,રાજકોટ મહાનગરપાલિકાની કચેરીઓ માટે ત્રણ વર્ષ મેઇન્ટેનન્સ સાથે ફર્નિચર ખરીદી કરવાના કામે દ્વિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા, શહેરના વોર્ડ નં.૧૫માં ૮૦ ફૂટ રોડ, ભાવનગર રોડ, ગંજીવાડા મેઇન રોડ, ચુનારવાડ મેઇન રોડને લાગુ વિસ્તારમાં ડ્રેનેજ પાઇપલાઈન અપગ્રેડ કરવા, શહેરના વોર્ડ નં.૧૬માં ૮૦ ફૂટ રોડથી નેશનલ હાઇવે થી નાડોદાનગર મેઇન રોડ, ખોખડદડ નદી સુધી સ્ટોર્મ વોટર લાઇન નાખવા, ગુજરાત સરકારશ્રીના તથા રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે સરકારશ્રીના INDEXTb એ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરેલ એજન્સીને રાજકોટ મહાનગરપાલિકામાં એમ્પેનલ કરવા, રાજકોટ મહાનગર પાલિકાની ઓડીટ શાખામાં ખાલી પડેલ સબ ઓડીટરની જગ્યા પર બઢતી આપવા. સહિત દરખાસ્તોનો સમાવેશ થાય છે.
(3:33 PM IST)










