તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
મોરબી રોડ પરના હડાળામાં લાકડાના કારખાનામાં આગઃ ચારેક લાખનું નુકસાન

રાજકોટઃ રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા હડાળા ગામમાં શીવ વૂડ નામના લાકડાની ફોટોફ્રેમ બનાવવાના કારખાનામાં વહેલી સવારે આગ ભભૂકતાં રાજકોટ ફાયર સ્ટેશનથી ચાર બંબા દોડી ગયા હતાં. ફાયર અધિકારી રહીમ જોબન સહિતના સ્ટાફે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગમાં લાકડાનો સામાન, વેસ્ટેજ માલ તેમજ બે મશીન સહિત બળીને ખાખ થઇ જતાં ચારેક લાખની નુકસાની થઇ હતી. આગ કઇ રીતે લાગી તે બહાર આવ્યું નથી. કારખાનાના માલિક વિશાલભાઇ પાનસુરીયા છે. તેના કહેવા મુજબ ચાર કારીગરો કારખાનામાં કામ કરે છે, જે કારખાનાની પાછળના ભાગે જ રહે છે. વહેલી સવારે કારખાનામાંથી ધુમાડા નીકળતાં હોઇ કારીગરે મને જાણ કરતાં મેં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ તસ્વીરો મોકલાવી વિગતો આપતા કહ્યું હતું કે આગથી ચારેક લાખની નુકસાની થઇ હતી. આ કારખાનુ છએક મહિના પહેલા જ ચાલુ કર્યુ હતું
(2:42 PM IST)










