<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

રસોડામાં ભોંયરૂ બનાવી ૩.૨૨ લાખનો દારૂ છુપાવ્‍યો પણ પીસીબીએ શોધી કાઢયો

નવા થોરાળામાં કામીલ ઓડીયાના ઘરમાં દરોડોઃ એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમીથી કાર્યવાહી

 

રાજકોટ તા. ૧૦: બૂટલેગરો પોલીસથી બચવા માટે નીતનવા નુસ્‍ખા અજમાવતાં હોય છે. પરંતુ પોલીસ ધારે તો બૂટલેગરોના આવા એકપણ કિમીયા સફળ થતાં નથી. શહેરના નવા થોરાળા વિસ્‍તારમાં એક શખ્‍સે પોતાના ઘરના રસોડાના પ્‍લેટફોર્મ નીચે ભોંયરૂ બનાવી તેમાં વિદેશી દારૂનો મોટો જથ્‍થો છુપાવ્‍યો હતો. પીસીબીની ટીમે આ જથ્‍થો શોધી કાઢી શખ્‍સની ધરપકડ  કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ પીસીબીની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચૌહાણ અને હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાને સંયુક્‍ત બાતમી મળતાં નવા થોરાળા સર્વોદય સોસાયટી શેરી નં. ૫/૧ ના ખુણે આવેલ એક મકાનમાં દરોડો પાડવામાં આવ્‍યો હતો. તપાસ દરમિયાન, મકાનના રસોડામાં પ્‍લેટફોર્મની નીચે ભોંય તળીયે ગુપ્ત રીતે બનાવેલા  ભોંયરામાંથી વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ગણતરી કરતાં રૂા. ૩,૨૨,૫૬૦ની ૧૮૦ એમએલની ૯૬૦ બોટલો મળી આવતાં કબ્‍જે કરી કામીલ હાજીભાઇ ઓડીયા (રહે. નવા થોરાળા સર્વોદય સોસાયટી શેરી નં. ૫/૧)ની ધરપકડ કરી કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગાડીયાની સુચના અનુસાર આ કામગીરીમાં પીસીબીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ.આર. ગોંડલીયા અને એમ.જે. હુણ, પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્‍વામી, પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્‍દ્રસિંહ પરમારે કરી હતી. (૧૪.૧૦)

(2:37 PM IST)