<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

લોન ન ભર્યાની નોટીસ આવતાં સતિષ ગડીયાએ ફિનાઇલ પીધું

મોટા ભાઇને મોબાઇલ લઇ દીધો પણ હપ્‍તા ન ભર્યા નહોતાં

 

રાજકોટ તા. ૧૦: પેડક રોડ પર બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન પાસે આવેલા આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં સતિષભાઇ હિમતભાઇ ગડીયા (ઉ.વ.૩૦) નામના યુવાને સાંજે ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

સતિષભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેના સગાએ કહ્યું હતું કે સતિષભાઇએ તેના મોટા ભાઇને લોનથી ૧૮૫૦૦નો મોબાઇલ લઇ દીધો હતો. હપ્‍તા મોટા ભાઇને ભરવાના હતાં. સતિષભાઇ જ્‍યારે પણ પુછતાં ત્‍યારે તે હપ્‍તા ભરે છે તેમ કહેતો હતો. પણ હાલમાં લોન ભરપાઇ નહિ થયાની નોટીસ આવતાં આ બાબતે તેણે મોટા ભાઇને પુછતાં બોલાચાલી કરતાં તેને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:08 AM IST)