તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
પાનમસાલા - ઇંડા કરી - મોગલાઇ-સબજી-દાળીયા સહિત ૮ નમૂના લેવાયા
ફૂડ શાખાનું ચેકીંગ યથાવત : વાવડી વિસ્તારમાં ર૧ ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ : ૮ ને નોટીસ

રાજકોટ, તા. ૯: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ૮૦-ફૂટ રોડ વાવડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ-૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૬ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્યચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. તેમજ વિવિધ સ્થળોએથી ૮ નમૂના લેવામાં આવ્યા હતા. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ વિભાગની કામગીરી આ મુજબ છે.
પેકીંગ
વાવડી વિસ્તારમાં યોગી જનરલ સ્ટોર, શ્રીહરી સૂપર માર્કેટ, ગણેશ સુપર માર્કેટપ બેટર બન્સ બેકરી, ખોડીયાર ડેરી ફામ, શ્રીરામ પ્રોવિઝન સ્ટોર સહિતને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ (૧) TULSI ROYAL KHAJOOR PLUS SILVER COATED DATES (30G PKD) સામે, ;RAJNIGANDHA FLAVOURED PAN-MASALA, SAFFRON BLENDED (2 GM PKD) સ્થળ- માં એજન્સી, માધાપર ઇન્ડ. એરિયા. H.P. પેટ્રોલ પંપવાળી શેરી, જામનગર રોડ, "MHEK SILVER" PAN MASALA (90GM*2 PKD)B.NO.SP.-10,DT.OF PKG-OCT-25, SIGG NATURE" FINEST PAN MASALA (110 GM*2PKD),B.NO.125,PKD.-SEP-2025 સ્થળ- ગિરીરાજ એજન્સી, બ્લોકનં. ૪૪-૪૫, ગિરીરાજ કોમ્પલેક્ષ, ક્રિશ્ના પાર્ક, પુષ્કરધામ સામે તથા ઈંડા કરી સબ્જી (પ્રિપેર્ડ-લુઝ), ઈંડા મોગલાઈ સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) મોહબત ખપે એગ ઝોન, નેહરૂનગર-૫, રઝાનગર-૩, રૈયા રોડ ખાતેથી દાળીયા (લૂઝ): સ્થળઃ હેમચા ફૂડ ઇન્ટરનેશનલ LLP, પ્લોટ નં.૧૩૫, આજી GIDC-2, એમ. એસ. -૧૨/કે, આર.એમ.સ્ટીલની બાજુમાં તેમજ, હળદર દાળીયા (લૂઝ) :સ્થળ- સાઈ સોના શીંગ, ૧૨-લાતી પ્લોટ, કુવાડવા રોડ પાસે, મોદી વે.બ્રિજની બાજુમાં, રાજકોટ સહિત ૮ નમૂના લઇ રાજય સરકારની વડોદરા સ્થિતિ લેબોરેટરી મોકલાવમાં આવ્યા છે.
(3:33 PM IST)










