તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
રાજકોટમાં સૌપ્રથમ વાર અમીર ખુસરોના જીવન પર એક અલગ પ્રકારનું ભવ્ય નાટક એટલે કે સંગીતમય દાસ્તાન ગોઈ થવા જઈ રહ્યું છે- ‘જો ડૂબા સો પાર'
પ્રખ્યાત કવ્વાલીઓ પણ લાઇવ સૂફી સંગીત સાગે ગવાશેઃ વિદેહી એન્ટરટેઈન્મેન્ટ પ્રસ્તુતીેઃ તારીખઃ૨૦ ડિસેમ્બર રાત્રે ૯.૩૦ ક. હેમુ ગઢવી હોલ, ટિકિટઃ ૮૪૯૦૦ ૮૨૪૦૭ અને બુકમાઇશો

રાજકોટઃ આપ સહુ જાણો છો તેમ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ હંમેશા કંઈ ને કઈ અનોખું કરતુ રહે છે, ચાહે પછી ગુજરાતી - ઉર્દુ મુશાયરાઓ હોય, રાજકોટમાં કેફે ક્લચરમાં કવિઓ ની મહેફિલ શરુ કરવા જેવો અનોખો આઈડિયા હોય કે સ્ટેજ પર મુવિગ ટ્રેન , લાઈફ સાઈઝ જહાજ ઉભું કરવા જેવા નાટકો અને ક્યારેક તો તદ્દન સેટ વગર માત્ર સિમ્બોલિક સેટ, કોસ્ચ્યુમ વાળા એક્સપેરિમેન્ટલ નાટકો , એવા બોલ્ડ વિષયો જે રાજકોટ એ કદી માણ્યા ના હોય !
આ વખતે વિદેહી એન્ટરટેઇન્મેન્ટ , એકવીફાઈ ડર્મા સાથે મળીને લાવે છે - કવ્વાલીના જનક એવા અમીર ખુસરો ના જીવન પર એક રસપ્રદ દાસ્તાન ગોઇ - જો ડૂબા સો પાર જેમાં સમકાલીન શૈલીની પ્રખ્યાત કવ્વાલીઓ પણ લાઈવ સૂફી સંગીત સાથે ગવાશે.
નાટક અથવા કહીએ કે આ મ્યુઝિકલ -જો ડૂબા સો પાર સુવિખ્યાત બોલિવૂડ આર્ટિસ્ટ માનવ કૌલ (બારામુલ્લા, વઝીર, નેઇલ પોલીશ, બદલા, ત્રિભોવનદાસ સીએ ટોપર વગેરે) દ્વારા લખાયેલ અને નિર્મિત છે. સૂફી સંગીત, અદભુત વાર્તા અને અંદાઝે બયાં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે મળીને લગભગ ૨૬૭ જેટલા શોઝ, એકદમ નવી શૈલી થી સૂફી સંગીત, અને પ્રખ્યાત બોલિવૂડ કલાકારો દ્વારા પ્રસ્તુતી . તો રાજકોટ આવું નાટક જોવાનું ચૂકતાં નહિ. આ પ્રકારનું નાટક કદી રાજકોટમાં થયું નથી. અને જેમ આપ સહુએ વિદેહીના દરેક પ્રોજેક્ટસ ને વ્હાલથી વધાવ્યાં છે તેમ આ પ્રોજેક્ટમાં પણ એટલી જ મજા આવવાની છે.
નાટકનો એકમાત્ર પ્રયોગ તા. ૨૦ ડિસેમ્બર, શનિવાર, રાત્રે ૯.૩૦ વાગ્યે, હેમુગઢવી હોલ, રાજકોટ ખાતે થશે. આ મ્યુઝિકલ નાઈટની નાટકની ટિકિટ ૮૪૯૦૦ ૮૨૪૦૭ અને બુકમાઇશો પર મળી શકશે.
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આ પ્રયોગ માં તેમના સદાય ના શુભ ચિતક અને દરેક ડગલે ને પગલે સહાયક એવા અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા , દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે. આ ઉપરાંત જો ડૂબા સો પાર નાટકના સપોર્ટર્સ તરીકે, એકવીફાઈ ડર્મા , MJR જ્વેલ્સ, અદાણી મસાલા, સેલસ હોસ્પિટલ, ઇન્વેસ્ટમેન્ટ ઓપશન્સ , તિરૂપતિ કુરિયર, પ્રભુ સ્નેહ બાય પ્રભુ ગ્રુપ, ફિનિક્સ રિસોર્ટ, હોબ્બો કેબ, અને આપણું રાજકોટ સોશ્યલ મીડિયા પાર્ટનર તરીકે છે.
(10:00 AM IST)










