તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
રીક્ષામાં મુસાફરોની રોકડ સેરવી લેતો અરવીંદ કુવરિયા પકડાયો
પેરોલ ફરલો સ્કોડની ટીમે દબોચી લીધો

રાજકોટ તા.૮: મોરબી રોડ પર રીક્ષામાં બેઠેલા વૃધ્ધની રોકડ રકમ સેરવી લેનાર શખ્સને પેરોલ ફરલો સ્કોડની ટીમે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે રીક્ષામાં બેઠેલા વૃધ્ધની નજર ચૂકવી રોકડ રકમ સેરવી લેતા આ બનાવ અંગે વૃધ્ધે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે રીક્ષાગેંગના સભ્યોને પકડી લીધા હતા. જયારે એક શખ્સ નાસી છૂટયો હતો. આ શખ્સને પકડી પાડવા માટે પોલીસ કમિશનરની સુચનાથી પેરોલ ફરલો સ્કોડના પી.આઇ. બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી. તેરૈયા સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે બાતમી મળતા રીક્ષાગેંગના વધુ એક સાગરીત અરવિંદ રાજુભાઇ કુવરિયા (ઉ.વ.૩૫) (રહે. વિશ્વકર્મા સોસાયટી ઝુપડામાં ગોંડલ ચોકડી પાસે)ને પકડી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. જે.જી. તેરૈયા, એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ઠાકુર, જયેશભાઇ ચોસલા, રાજદીપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનિયા દ્વારા કરવામાં આવી હતી.
(3:57 PM IST)










