તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
રાજ્યમાં રાજકોટ શહેર ૧૪ દરખાસ્ત સાથે પહેલા નંબરે માદક પદાર્થના ગુનામાં સામેલ જંગલેશ્વરના વધુ બે શખ્સ દાનીશ અને હબીબ પીઆઇટી હેઠળ જલહવાલે
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા અને એસઓજી ટીમની કામગીરી

રાજકોટ તા. ૮: માદક પદાર્થોના દૂષણને ડામવા આવા પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી કરી વેંચાણ કરતાં ઝડપાયેલા હોય તેવા શખ્સો સામે સખત કાર્યવાહીની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત અગાઉ એનડીપીએસ કેસમાં સંડોવાયેલા જંગલેશ્વર વિસ્તારના બે મુખ્ય આરોપીઓ વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી અટકાત કરી જેલહવાલે કર્યા છે. આ સાથે આવી કામગીરીનો રાજકોટ શહેર પોલીસનો આંકડો ૧૪ થયો છે. ગુજરાતમાં થયેલી આવી કુલ ૭૩ દરખાસ્તમાં રાજકોટ પહેલા સ્થાને છે.
ઉપરી અધિકારીઓની સુચના આધારે રાજકોટ શહેર એસઓજી શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ માદક પદાર્થનો ધંધો કરતા શખ્સો પર કાયમી અંકુશ મેળવીને રાષ્ટ્રને અને યુવાધનને બદીથી દૂર રાખવાનો છે. ગેરકાયદેસર માદક પદાર્થના કેસમાં અગાઉ પકડાયેલા બે શખ્સો વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ મહાનિર્દેશક સાહેબ (સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ) દ્વારા કાયદાની કલમ ૩ હેઠળ અટકાયતમાં લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. વોરન્ટ ઇશ્યુ થતા બે શખ્સો જંગલેશ્વર મેઇન રોડ, હુશેની ચોક ખાતે રહેતા દાનીશ હનીફભાઇ કંડીયા (ઉ.વ.૨૩) અને જંગલેશ્વર-૯ હુરેની ચોકમાં રહેતાં હબીબ હારૂનભાઇ ખીયાણી (ઉ.વ.૨૩)ને અટકાયતમાં લઇ અનુક્રમે અમદાવાદ અને વડોદરા જેલમાં મોકલાયા છે.
આ બંને શખ્સોવિરૂધ્ધ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થના ગુના નોંધાયા હતાં. એ પણ નોંધનીય છે કે પીઆઇટી એનડીપીએસની કાર્યવાહીમાં ગુજરાતભરમાં રાજકોટ શહેર પ્રથમ સ્થાને છે. એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાએ જણાવ્યું હતું કે માદક પદાર્થોના વેપારને સદંતર નાબૂદ કરવાના મિશનમાં રાજકોટ શહેર પોલીસે નોંધનીય સિદ્ધિ મેળવી છે. એસઓજી શાખા દ્વારા વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં કુલ ૧૪ આરોપીઓ વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રપોઝલ તૈયાર કરી અટકાયત કરવામાં આવી છે. આ આંકડા સાથે રાજકોટ આ પ્રકારની કાર્યવાહીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે છે. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો સુરતમાં ૯ અને અમદાવાદમાં ૫ આરોપીઓ વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ દરખાસ્તો કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલ કુલ ૭૩ દરખાસ્તો પૈકી ૧૪ દરખાસ્ત માત્ર રાજકોટ શહેરની છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત આ સફળ કામગીરી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રજીતસિંહ જાડજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ, મોૈલિકભાઇ સાવલીયા, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, હેડકોનસ. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, સીઆઇડી ક્રાઇમના પારસભાઇ ટાંક સહિતે આ કામગીરી કરી હતી.
(3:31 PM IST)










