<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

રાજકોટ શહેર-જીલ્લામાં SIRની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણઃ ર૩ લાખ ૯૬ હજારમાંથી રાા લાખ મતદારો નીકળી જશે

૧૧મીએ છેલ્લો દિવસઃ જેમના નામ નહિ હોય તો રૂા.પ૦ ભરી ફોર્મ ભરી શકશે : ૯૦ હજાર મતદારો અવસાન પામ્‍યા છેઃ પ૦ હજારનો પતો નથીઃ લાખથી દોઢ લાખ અન્‍યત્ર ચાલ્‍યા ગયા!!

રાજકોટ, તા. ૮: રાજકોટ કલેકટર કચેરીના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેર-જીલ્લામાં ૧૧ મી સુધી ચાલનાર મતદારયાદી અંગેની SIR કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ છે, કુલ ર૩ લાખ ૯૬ હજાર આસપાસ રહેલા મતદારોમાંથી તમામ અંગે પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઇ છે.

સાધનોએ જણાવ્‍યું હતું કે ઘરે ઘરે ફોર્મ અપયા, સર્વે થયો તેમા ૯૦ હજાર મતદારો અવસાન પામ્‍યાનું નીકળતા તે નામો રદ થશે, તો પ૦ હજાર એવા મતદારો નીકળ્‍યા છે કે જેમનો પતો નથી, તે નામો પણ ઉડાડી દેવાશે. તેમજ એક લાખથી દોઢ લાખ એવા મતદારો છે કે જે અન્‍યત્ર ચાલ્‍યા ગયા છે, તેમના નામો નીકળી જવાની શકયતા છે. આમ અંદાજે ર થી રાા લાખ મતદારો નીકળી જશે.

અધિકારી સૂત્રોએ જણાવેલ કે દરેક મામલતદાર-પ્રાંતનો રીપોર્ટ આવી ગયો છે. હજુ ૧૧ મી સુધી લ્‍ત્‍ય્‍ ચાલશે, ત્‍યારબાદ ૧૬ મીથી જેમના નામો નીકળી ગયા છે, અને રાજકોટ શહેર-જીલ્લામાં રહે છે, તે લોકો રૂા. પ૦ ભરી ફોર્મ ભરી શકશે, પ્રક્રિયા ઘણી લાંબી ચાલશે તેમ સૂત્રો ઉમેરે છે

(3:59 PM IST)