તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
સ્માર્ટ મીટર બદલવા અરજી કરી છતાં બદલાવતા નથી : ગ્રાહકમાં દેકારો : જુનુ મીટર આપવા ફરીયાદ
કરણપરામાં રહેતા રમેશચંદ્ર દોશીની ફરિયાદ...દર મહિને બીલ આવે છે !! : સ્માર્ટ મીટર ફરજીયાત છતાં વીજતંત્ર જવાબ આપતુ નથી

રાજકોટ, તા. ૮ : શહેરના ૩૯-કરણપરા ખાતે રમેશચંદ્ર દોશીએ એક ફરીયાદ યાદીમાં ઉમેર્યુ છે કે મે તા. રપ-૧૧-ર૦રપ ના રોજ વીજ કંપનીમાં સ્માર્ટ મીટર બદલવા માટેની અરજી આપેલ છે. તેમજ જુન-ર૦રપ માં અમોએ ઇલેકટ્રીક સર્વિસની લાઇન નવી નાખવા ધોરણસરની ફી ભરી અરજી કરેલ હતી. જે તે સમયે અમારૂ જુનુ મીટર કાઢી સ્માર્ટ મીટર ફીટ કરી ગયેલ જેનું બીલ વધારે આવતુ હોય જે સ્માર્ટ મીટર બદલવા માટેની અરજી આપેલ છે. તેમજ તા. ૬-૧૧-ર૦રપની રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ સ્માર્ટ મીટર ફરજીયાત નથી જેની નકલ સામેલ છે.
પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા મૌખીક જવાબ આપેલ કે જુના મીટર છે નહિ અમારી પરેશાની એ છે કે પેહલા મીટર રીડર ઘરે બે મહિને રૂબરૂ આવીને રીડીંગ જોઇ ને બે મહિને બીલ આપતા હતા. છેલ્લા ચાર મહિનાથી દરેક મહિને બીલ આવી જાય છે. જે વધારે આવે છે. તેમજ રીડીંગ લેવા કોઇ આવતુ નથી સ્માર્ટ મીટર ફરજીયાત ન હોવાથી અમોને બદલાવી આપવામાં આવે અને જુનું મીટર ફીટ કરી આપવામાં આવે તેવી નમ્ર અરજ છે
(3:04 PM IST)










