તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
નાકરાવાડી કરોડોની સરકારી જમીન ઉપર દબાણોનો ખડકલોઃ ૧૮ આસામીને નોટીસ ફટકારાઇ

રાજકોટ, તા.૮ : તાલુકાના નાકરાવાડી ગામના રેવન્યુ સરવે નંબર ૨૨૨ પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર દબાણો ઊભા થઇ ગયા છે. આ રહેણાક અને વાણિજ્ય દબાણ રાજકોટ તાલુકા મામલતદારના ધ્યાને આવતા અંતે ઙ્કથમ તબક્કે ૧૮ દબાણકર્તાને નોટિસ ફટકારી દબાણ કેસ ચલાવતા દબાણ કારોએ વર્ષ ૨૦૧૯થી દબાણ કર્યાનું કબૂલ્યું હતું. હાલમાં તાલુકા મામલતદારે તમામ દબાણકારોને તાકીદે જમીન ખાલી કરવા હુકમ કર્યો છે.
આ ઉપરાંત કોઠારિયા વિસ્તારમાં આવેલ રેવન્યુ સરવે નંબર ૨૨૬, ૨૨૭, ૨૨૮ પૈકીની પ્લોટ નંબર ૧૦ની જમીનમાંથી ૨૫૦ ચો.મી. જમીનમાં રમેશ સાવલિયા નામના શખ્સે દબાણ કરી લેતા રાજકોટ તાલુકા મામલતદારે કેસ ચલાવી જમીન ખુલ્લી કરાવી જમીનનો કબજો લેવા હુકમ કર્યો હતો.
(3:59 PM IST)










