તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
ડો. ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્માણ દિવસે વિવિધ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા

રાજકોટઃ ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરની ૬ ડિસેમ્બરના ૬૯ મા મહાપરિનિર્માણ દિવસ નિમિતે પછાતવર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ-રાજકોટ સાંજે પઃ૩૦ કલાકે સ્થળઃ ડો. આંબેડકર પ્રતિમા પરિસર (રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે) રાજકોટ ખાતે શ્રધ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં કર્મચારી સંગઠનો, સામાજીક સંગઠનો, ટ્રસ્ટો, મંડળોના આગેવાનો તેમજ સામાજીક કાર્યકરો, રાજકીય આગેવાનો, વિવિધ સોસાયટીઓ/ વિસ્તારોના આગેવાનો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સામુહિક રીતે ડો. આંબેડકરજીની પ્રતિમાને સત સત નમન કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ હતી.
(3:02 PM IST)










