<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

રાજકોટ યાર્ડમાં મગફળીની વધુ ર લાખ મણની જંગી આવક

કપાસની રપ હજાર મણની આવકઃ વિવિધ જણસી ભરેલા ૧૪૦૦ થી વધુ વાહનોની કતારો લાગી

રાજકોટ : રાજકોટ ગાર્ડમાં આજે  મગફળીની વધુ ર લાખ મણની જંગ આવક થઇ હતી. યાર્ડમાં આજે વિવિધ જણસીઓ ભરેલા ૧૪૦૦ થી વધુ વાહનોની કતારો  લાગી હતી. જેમાં મગફળીની ર લાખ ૧ હજાર મણ, કપાસની રપ૦૦૦ મણ, સોયાબીન ૬૦૦૦ મણ, ઘઉં ૪પ૦૦ મણ, ચણા ૬પ૦૦ મણ, લસણ ર૬૦૦ મણ, શીંગફાળા ર૧૦૦ મણ, મગ ૩૦૦૦ મણ, સફેદ તેલ ૪૧૦૦ મણ, જીરૂ ૪ર૦૦ મણ તથા કાળા તેલની ૪૭૦૦ મણની આવક થઇ હતી. રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન, યાર્ડના ડિરેકટરો તથા સ્‍ટાફે ઉતરાઇની વ્‍યવસ્‍થા કરાવી હતી. તસ્‍વીરમાં મગફળી અને કપાસના ઢગલા તથા વાહનોની કતારો દૃશ્‍યમાન થાય છે.

(2:42 PM IST)