તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
જુના મોરબી રોડ પર વૂમન ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ પકડાયો
ક્રાઇમ બ્રાંચે આસ્થા વેન્ટીલાના કયુર ભંડેરીને પકડયોઃ આઇડી આપનારી શોધ

રાજકોટ તા. ૮: જુના મોરબી રોડ પર આઈડી પર ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતાં શખ્સને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઈ બુકીનું નામ ખોલાવવા તજવીજ આદરી હતી. પકડાયેલ શખ્સ ઓલપેનલ નામની આઇડી પર વૂમ ક્રિકેટ મેચ પર દાવ લટાવી સટ્ટો રમતો હતો.
જાણવા મળ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એ.એન.પરમાર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કળષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ અને કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી જુના મોરબી રોડ જુના રેલ્વે સ્ટેશનની દીવાલ પાસે આવેલ પવનપુત્ર હનુમાનદાદાના મંદરીની બાજુમાં જાહેર રોડ ઉપર ઉભેલા શખ્સને પકડી લેવાયો હતો. તેણે પુછતાછમાં પોતાનું નામ કયુર હરસુખભાઇ ભંડેરી (ઉ.વ.૩૦, ધંધો વેપાર, રહે. શેરી નં ૦૪, આસ્થા વેન્ટીલા, સેટેલા ઈટ ચોક, મોરબી રોડ) હોવાનુ જણાવેલ હતું. ક્રાઇમ બ્રાંચે પોલીસે તેની પાસે રહેલ મોબાઈલમાં તપાસ કરતાં તેમાં ઓનસ્કીન ગૂગલ ક્રોમ એપ્લીકેશનમાં આોલપેનલ ૭૭૭ આઈડી પર તેનું એકાઉન્ટ ખોલી વુમન આફ્રીકા અને આયરલેન્ડ ટી-૨૦ વચ્ચે રમાયેલા ક્રીકેટ મેચમાં જુગારમાં ઓન લાઈન સોદાઓ કરી જુગાર રમતો હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરી તેને આઈડી આપનાર કોણ તેની તપાસ હાથ ધરી હતી.
(2:37 PM IST)










