<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

કાલે સશસ્ત્ર સેના ધ્‍વજ દિવસ : ફંડ આપી દેશ પ્રત્‍યેનું ઋણ અદા કરવા ઉમદા તક

રાજકોટ જિલ્લાને અપાયો ૨૫ લાખનો લક્ષ્યાંક : ૧૫ માર્ચ સુધી ફંડ જમા કરાવી શકાશે

રાજકોટ તા. ૬ : સમગ્ર દેશમાં દર વર્ષે તા.૭ ડિસેમ્‍બરના સશષા સેના ધ્‍વજદિનની ઉજવણી કરવામાં આવે છે. આપણા જવાનો યુધ્‍ધમાં અને આતંકવાદીઓની સાથેની લડાઇમાં તેમજ દેશમાં આવી પડતી ગમે તેવી આપતીઓમાં પોતાના પ્રાણ ન્‍યોચ્‍છાવર કરી દેશ માટે મોટી કુરબાની આપતા આવા શહિદ થયેલા તેમજ ઘવાયેલા જવાનો, સ્‍વ. સૈનિકોના ધર્મપત્‍નિઓ તથા પૂર્વ સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્‍યાણ અર્થે યથાશક્‍તિ યોગદાન આપી આવા દેશભકતોનું ઋણ ઉતરવાની તક નાગરિકોને આ દિવસે મળે છે. સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને સશષા સેના ધ્‍વજદિન વર્ષ ૨૦૨૫-૨૬ નિમિતે રપ લાખ (અંકે રૂપિયા પચ્‍ચીસ લાખ પુરા)નું લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. જે અન્‍વયે કલકેટર અને પ્રમુખ જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ, રાજકોટના પત્રથી સરકારી, અર્ધસરકારી કચેરીઓ, શાળા-કોલેજો, સંસ્‍થાઓ, ફેકટરીઓ, સહકારી મંડળીઓ તથા વ્‍યક્‍તિગતરૂપે લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. સશષા સેના ધ્‍વજદિન વર્ષ ૨૦૨૫-૨૬ નિમિતે રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવેલ આ લક્ષ્યાંક તા. ૧૫-૩-૨૦૨૬ પહેલા પૂર્ણ કરવાનો થાય છે.

સશષા સેના ધ્‍વજદિન ફાળાની એકત્રિત થયેલ રકમ કલેકટર અને પ્રમુખ જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ રાજકોટના નામે ડ્રાફટ કે ચેક કઢાવી જિલ્લા સૈનિક કલ્‍યાણ કચેરી, પોલીસ કમિશ્‍નરના બંગલાની બાજુમાં, પોલીસ હેડકવાર્ટર સામે, રેસકોર્ષ રોડ, રાજકોટના સરનામે પહોંચાડવા જણાવાયુ છે. અથવા સિધ્‍ધાજ ખાતા નં. ૩૩૮૧૪૩૩૧૫૫૮ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા, બહુમાળી ભવન બ્રાંચ, રાજકોટમાં પણ જમા કરાવી શકાશે. આ માટે ડીઝીટલ પેમેન્‍ટ પણ સ્‍વીકાર્ય છે. આઇએફસી કોડ SBIN0060292 છે. વધુને વધુ સંખ્‍યામાં લોકોએ ફંડ આપી લક્ષ્યાંક પાર પાડવામાં મદદરૂપ બનવા જિલ્લા સૈનિક કલ્‍યા કચેરીના અધિકારી કમાન્‍ડર પવનકુમારની યાદીમાં જણાવાયુ છે.

(4:09 PM IST)