<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

રાજકોટ ડી.ડી.ઓના. માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસીમાં ટીબી કેમ્‍પ

રાજકોટઃ લોધીકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી. ખાતે  જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોર્વધન ના માર્ગદર્શન હેઠળ શ્રી  વીનેશભાઈ પટેલ ના સહયોગથી ઓરબીટ કંપનીમાં વનરેબલ ગળપનુ ભારત સરકાર દ્વારા રાજકોટ ટીબી સેન્‍ટરને ફાળવવામાં આવેલ હેન્‍ડ હેલ્‍ડ મોબાઈલ એક્‍સરે (Mobile Ex-ray) મશીનના માધ્‍યમથી કેમ્‍પ કરવામાં આવેલ, જેમાં ટીબી રોગની જાણકારી સાથે નિદાન/સારવાર/સરકારની યોજનાની માહિતી જીલ્લા ક્ષય કેન્‍દ્રના જીલ્લા ક્ષય અધિકારી ડો.બાદલ વાછાણી દ્વારા આપવામાં આવેલ, આ કાર્યક્રમ તાલુકા હેલ્‍થ ઓફિસર  ડો.અસ્‍થાના, ડો.મંથન માકડીયા, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખીરસરા ના મેડિકલ ઓફિસર શ્રી ડો.દીપક ચંદ્રપાલ તથા સ્‍ટાફના સહયોગથી યોજવામાં આવેલ, જેમાં ૨૨૮  લાભાર્થીઓ નું  વડાપ્રધાનશ્રીના સ્‍વપ્ન ટીબી મુકત ભારત અભિયાન હેઠળ ટી.બી.ની બિમારીના વહેલા નિદાન માટે આ મશીનથી સ્‍ક્રિનીગ કરવામાં આવેલ હતું. આયોજન અંગે ડી.ડી.એ. અનંદુ સુરેશ ગોવિંદએ માર્ગદર્શન આપ્‍યું હતું.

(3:42 PM IST)