<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ખેતર ખેડતી વખતે પિતાના મીની ટ્રેકટર હેઠળ ૪ વર્ષનો પુત્ર મહેશ કચડાઇ ગયોઃ કરૂણ મોત

અમરેલીના ચિત્તલમાં કરૂણ દૂર્ઘટનાઃ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ જીવ ન બચ્‍યો સિવિલ હોસ્‍પિટલના ટીબી વોર્ડમાં બીડી પીતી વખતે દાઝી ગયેલા મોરબીના વૃધ્‍ધનું મોત

રાજકોટ તા. ૨: શહેરની સિવિલ હોસ્‍પિટલના ટીબી વોર્ડમાં દાખલ કરાયેલા એક વૃધ્‍ધ તા. ૨/૧૨ના મોડી રાતે સારવારના ખાટલે બીડી પીતી વખતે દાઝી ગયા હતાં. સારવાર દરમિયાન તેમનું મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રહેતાં કાકુભાઇ કરસનભાઇ (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધને ટીબી વોર્ડમાં ૨૮/૧૧થી દાખલ કરવામાં આવ્‍યા હતાં. અહિ તા. ૨/૧૨ના રાતે ત્રણેક વાગ્‍યે તેઓ પોતાના ખાટલે બીડી પીતાં હતાં ત્‍યારે કદાચ ઉંઘ આવી જતાં સળગતી બીડીને કારણે મોઢાના ભાગે દાઝી જતાં દોડધામ મચી ગઇ હતી. વોર્ડના તબિબે આ બનાવ અંગે બપોરે રીટ્રોગેટ એમએલસી એટલે કે પોલીસ કેસ જાહેર કરી હોસ્‍પિટલ પોલીસ ચોકીમાં નોંધ કરાવતાં પ્ર.નગર પોલીસે વૃધ્‍ધનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. વોર્ડમાં સારવાર વેળાએ વૃધ્‍ધ પાસે બીડી આવી ક્‍યાંથી? તે અંગે ચર્ચા જાગી છે.

(3:06 PM IST)